April 25, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14
સેલવાસ વાપી મેઈન રોડ પર એક વાઈનશોપને પરમીશન મળી રહે એ માટે 25 વર્ષ જુના શિવજીના મંદિરને હટાવી દેતા સ્‍થાનિકોની ધાર્મિક લાગણી દુભાતા કલેક્‍ટરને લેખિત રજૂઆત કરવામા આવી છે. સેલવાસ નગરપાલિકાના સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલે સેલવાસ સૌભાગ્‍ય ઈન હોટલની સામે સાયોના હોસ્‍પિટલ તેમજ જિતલબારની બાજુમાં 25 વર્ષોથી જુનું મહાદેવનું મંદિર આવેલ હતું. જે તોડી નાંખવામા આવેલ હોય જેના લીધે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચેલ હોય, જે સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત કરી હતી. જેમાં જણાવેલ કે જીતલબારની બાજુમાં 25વર્ષોથી જુનું મહાદેવનું મંદિર આવેલુ હતું. જેમાં મહાદેવની મૂર્તિ તેમજ શિવલિંગ બેસાડેલુ હતું. જે મંદિરમાં ધર્મથી જોડાયેલા લોકો વર્ષોથી પૂજા પાઠ આરતી સ્‍તુતિ કરતા હતા પરંતુ અચાનક આ મંદિર, મૂર્તિ અને શિવલિંગ કોઈક અસામાજીક તત્‍વો દ્વારા અથવા પોતાના સ્‍વાર્થ માટે સમજી વિચારીને આખું મંદિર તોડી પાડવામા આવ્‍યું છે.
સેલવાસના તેમજ મંદિરના આજુબાજુમાં આવેલ સોસાયટીના ધાર્મિક શ્રદ્ધાળુ લોકોને ખુબ જ આઘાત અને ઠેસ પહોંચેલ છે. જેનો વિરોધ ખુબ જ મોટા પ્રમાણમા થઈ રહેલ છે જેથી જેમણે પણ આવુ નિંદનીય કળત્‍ય કર્યુ છે તેના પર પ્રસાશન દ્વારા તાત્‍કાલિક પગલાં ભરી લોકોનીભાવનાને ધ્‍યાનમાં રાખી મંદિરનું નિર્માણ કાર્ય કરવા વિનંતી કરાઈ છે.

 

  • સંદર્ભઃ સેલવાસમાં શિવ મંદિરને ખસેડવાની ઘટના

    ખાનગી અને જાહેર જગ્‍યામાં ગેરકાયદે રીતે ઉભા થતા મંદિર, ડેરા, મસ્‍જિદ, દરગાહ સામે પ્રશાસને લાલ આંખ કરવી જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 14
સેલવાસના આમલી ખાતે વાપી-સેલવાસ મેઈન રોડ ઉપર સર્વે નંબર 95/1 અંતર્ગત કોઈ અજ્ઞાત લોકોએ તથાકથિત મંદિરનું ગેરકાયદે નિર્માણ કરતા તેને હટાવવા માલિક શ્રીમતી નિકિતા એચ. પારેખે જિલ્લા કલેક્‍ટર, એસ.પી. તથા નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને ગત તા.19મી એપ્રિલ, 2021ના રોજ પોતાનો વિરોધ નહીં હોવાની લેખિત બાહેંધરી આપી હતી.
ખાનગી જગ્‍યામાં ગેરકાયદે રીતે બનેલા મંદિરને અન્‍યત્ર ખસેડવામાં આવ્‍યું હોવાની જાણકારી મળી રહી છે. સંઘપ્રદેશ પ્રશાસને પણ ખાનગી કે જાહેર જગ્‍યાઓમાં પરવાનગી વગર ઉભા થતાં ગેરકાયદે મંદિર, ડેરા, મસ્‍જિદ, દરગાહ વગેરે સામે અને તેમના સંચાલકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આ પ્રકારે શ્રદ્ધાનો વેપાર કરી ભોળી જનતાને લૂંટતા તત્ત્વો બેનકાબ થઈ શકે.

Related posts

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

દાનહમાં 97 અદ્યતન નંદઘરોનું થનારૂં નિર્માણઃ દૂધની, માંદોની, કૌંચા સહિતના અંતરિયાળ વિસ્‍તારના બાળકોને મળનારો લાભ

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવના ઉપલક્ષમાં આયોજીત દોરડાખેંચ સ્‍પર્ધામાં પુરૂષ વિભાગમાં વિજેતા બનેલી દમણ સિટીઝન ટીમ

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

Leave a Comment