Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઈંચથી વધુ વરસાદઃ દપાડામાં વૃક્ષ ઉખડી વીજ વાયર ઉપર પડતાં તૂટી પડેલા વાયરથી વ્‍યક્‍તિને કરંટ લાગતા ઘટના સ્‍થળે જ થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: દાદરા નગર હવેલીમાં આજે મંગળવારની વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. જેમાં સેલવાસમાં 111.4એમએમ 4.39 ઇંચ વરસાદ અને ખાનવેલમાં 34.0એમએમ 1.34 ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 356.4 એમએમ 14.03 ઇંચ અને ખાનવેલમાં 462.0 એમએમ 18.19 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 66.45 મીટર નોંધાવા પામી હતી અને ડેમમાં પાણીની આવક 9090 ક્‍યુસેક તેમજ પાણીની જાવક 353 ક્‍યુસેક હોવાનું દાનહ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે કેટલાક વિસ્‍તારોમાં આજે પણ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેના કારણે ઈલેક્‍ટ્રીક કેબલો તૂટવાને કારણે ગામડાઓમાં વીજળી ડૂલ થવાની સમસ્‍યાઓ ઉદ્‌ભવી હતી.
પ્રાપ્ત માહિતીપ્રમાણે સેલવાસ ગુરુદેવ સોસાયટીમાં બે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી જેમાં દીવાલ અને એન્‍ટ્રી ગેટ પર લગાવેલ બોર્ડ તુટી પડયા હતા. જ્‍યારે દપાડા ગામે રાત્રી દરમ્‍યાન એક વૃક્ષ ઉખડી પડયું હતું જે વૃક્ષ વીજવાયર ઉપર પડતાં વીજવાયરો તૂラટી ગયા હતા, આજે મળસ્‍કે કુદરતી હજાતે જવા નીકળેલ દપાડા નિવાસી ચંદુભાઈ ટોકીયા (ઉ.વ.60) જેઓનો પગ તૂટી પડેલા વીજવાયરો ઉપર પડતા જોરદાર કરંટ લાગવાના કારણે તેમનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ચંદુભાઈ ટોકીયાનું અકસ્‍માતે મોત થવાથી પરિવારમાં માતમ છવાયો હતો.

Related posts

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે ચીખલીના દેગામમાં સરપંચ અને ગ્રામજનોએ છાપો મારતા એક કપલ મળી આવતા મચેલો હોબાળો

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

Leave a Comment