September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ખુંધ ગામના કોળીવાડ વિસ્‍તારમાં દીપડાની અવર-જવર વધતા ભયનો માહોલ સર્જાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં છેલ્લા ઘણા દિવસથી દીપડો અવાર નવાર નજરે પડતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્‍યો હતો. હાલે નજીકના દિવસમાં દિવાળીનો તહેવાર હોય ઉપરાંત ડાંગરની કાપણી પણ ચાલતી હોય રાત્રિના સમયે સ્‍થાનિકોને અવર જવર કરવું જોખમ રૂપ થઈ ગયું છે. જોકે બનાવ બાબતે ચીખલી વન વિભાગને જાણ કરતા છેલ્લા 10-દિવસથી મારણ સાથે દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્‍યું હોવાનું આરએફઓએ જણાવ્‍યું હતું. જો કેદિપડાનો વિડિયો પણ વાઈરલ થતાં સ્‍થાનિકોની ચિંતા વધવા પામી છે.

Related posts

દીવ ન.પા. ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ અનામત બેઠકો માટેનો ડ્રો સંપન્નઃ કુલ 06 બેઠકો મહિલાઓ માટે અનામતઃ વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે આરક્ષિત જાહેર

vartmanpravah

ઉમરગામ તાલુકામાં માલધારી સમાજે ગોચરણ જમીનના મુદ્દે સરકાર સામે ચઢાવેલી બાય

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment