(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.22: આજરોજ પારડી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જીતેશભાઈ પટેલ દ્વારા ભાજપ સક્રિય સદસ્યતા નોંધણી અંગેનું માર્ગદર્શન કરી પારડી શહેર ભાજપનાં સદસ્યતા ફોર્મ ભરાવવાનું વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત સંગઠનનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
