July 28, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

પટલારા ગ્રામ પંચાયતના સરપંચ હંસાબેન ધોડી સહિત પંચાયતના સભ્‍યો દ્વારા વન વિભાગ સાથે મળી મોટી દમણના આંબાવાડી, માછીવાડ અને જમ્‍પોરના દરિયા કિનારે 800 મેંગ્રોવનું કરેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.26 : દર વર્ષે 26મી જુલાઈએ ‘વિશ્વ ચેર(મેંગ્રોવ) દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે દમણમાં વન વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મેંગ્રોવ દિવસની ઉજવણી કરી હતી.
દરિયાનાં આછા વાદળી પાણી વચ્‍ચે ચેરનાં લીલાછમ જંગલો તેની શોભા અનેક ગણી વધારી દે છે. દરિયાકાંઠાની સજીવસૃષ્ટિ માટે અતિ અગત્‍યનાં ચેરનાં જંગલોની સુરક્ષા માટે લોક જાગૃતિ કેળવવા ‘વિશ્વ ચેર(મેંગ્રોવ) સંરક્ષણ દિન’ ઉજવવામાં આવે છે. જેનાં ભાગરૂપે આજે દમણના પટલારા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હંસાબેન ધોડી તથા પંચાયતના સભ્‍યો દ્વારા મોટી દમણના આંબાવાડી, માછીવાડ, જમ્‍પોર વગેરે વિસ્‍તારના દરિયાકિનારે કુલ 800 જેટલા મેંગ્રોવનું વાવેતર કરી ‘વિશ્વ ચેર(મેંગ્રોવ) દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, સમુદ્રના કિનારાઓ ઉપર કળણભૂમિમાં થતો વનસ્‍પતિ સમૂહને ચેર(મેંગ્રોવ)નાં કે ભરતીનાં જંગલો કહે છે. ય્‍ત્ર્શદ્યંષ્ટત્ર્ંર્શ્વી પ્રકારની વનસ્‍પતિઓ અને ઝાડવાં માટે ‘મૅન્‍ગલ’શબ્‍દનો ઉપયોગ અમેરિકનો, સ્‍પૅનિયાર્ડો અને પૉર્ટુગીઝો કરે છે. આ શબ્‍દનું પછી ‘મૅન્‍ગ્રોવ’માં રૂપાંતર થયું છે. વિશ્વમાં ચેરનાં જંગલનો પટ્ટો ઉષ્‍ણકટિબંધ અને સમશીતોષ્‍ણ કટિબંધનાં 30થી વધારે દેશોનો લગભગ 99,300 ચો.કિમી. વિસ્‍તાર રોકે છે. ભારતમાં અંદાજે 6,740 ચો.કિમી. ચેર વિસ્‍તાર છે. આંદામાન અને નિકોબારનો લગભગ 40% દરિયાકિનારો 260 કિમી.ની ચેરની પટ્ટીથી ઢંકાયેલો છે. પヘમિ બંગાળનું સુંદરવન ‘વૈશ્વિક વારસાનાં સ્‍થળ’ તરીકે પ્રસિદ્ધ છે જે દુનિયાની નૈસર્ગિક અજાયબી ગણાય છે અને તે 2,123 ચો.કિમી.નો વિસ્‍તાર ધરાવે છે. સુંદરવનનાં ચેરનાં જંગલો ફળદ્રૂપ અને વૈવિધ્‍યપૂર્ણ છે, જેમાં ઉભયજીવીઓ, સરીસૃપો, માછલીઓ અને ડૉલ્‍ફિન તથા શિશુમાર જેવાં સસ્‍તનો અને હજારો જાતનાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે છે. ગંગા, મહાનદી, ગોદાવરી, કળષ્‍ણા, કાવેરી નદીનાં મુખત્રિકોણમાં અને આંદામાન-નિકોબારનાં ટાપુઓમાં જોવા મળતાં ચેરનાં જંગલોની દુનિયામાં સારામાં સારી જાતનાં ચેરનાં જંગલોમાં ગણના થાય છે.

Related posts

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

(ડૉ.) વિજેન્‍દર કુમારના પ્રમુખ સ્‍થાને સેલવાસ ખાતે નેશનલ લૉ યુનિવર્સિટીઝના કન્‍સોર્ટિયમની ગવર્નિંગ બોડીની મળેલી વાર્ષિક બેઠક

vartmanpravah

વાપીની વર્તમાન નગરપાલિકાની ગુરૂવારે અંતિમ સામાન્‍ય સભા મળશે : મહાનગરપાલિકાની પ્રક્રિયા શરૂ થશે

vartmanpravah

પારડી તરમાલીયા કથામાં પોલીસ ત્રાટકી : ચાર આયોજકોની અટક કરી

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment