October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

કોલ્‍હાપુરથી ઉદેપુર લઈ જવાતો ચાંદીનો 173 કિ.ગ્રા. જથ્‍થો કારના ચોર ખાનામાંથી મળ્‍યો : ત્રણની અટકાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ હાઈવે ધમડાચી પાસેથી વલસાડ રૂરલ પોલીસે મહારાષ્‍ટ્ર કોલ્‍હાપુરથી રાજસ્‍થાન ઉદેપુર લઈ જવાતો રૂા.1.10 કરોડનો ચાંદીનો જથ્‍થો ભરેલી કાર પોલીસે ઝડપી પાડીહતી.
પોલીસ સુત્રો મુજબ ગતરોજ વલસાડ રૂરલ પોલીસ રૂટીન હાઈવે ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન મહિન્‍દ્રા વેસ્‍ટો કાર નં.એમએચ 12 કેટી પસાર થઈ હતી. પોલીસને કારમાં વજનદાર કંઈક જથ્‍થો ભર્યાની શંકા જતા કારનો પીછો કર્યો હતો. પોલીસે કારનો પીછો કરી હોટલ રામદેવ પાસે અટકાવી હતી. કારને અટકાવી પોલીસે સઘન ચેકિંગ હાથ ધરેલું ત્‍યારે ચોંકાવનારી હકિકત પ્રકાશમાં આવી હતી. કારમાં ખાસ બનાવેલ ચોર ખાનામાં ચાંદીના પાયલો ભરેલા જણાતા કારને પોલીસ સ્‍ટેશન લવાઈ હતી. પોલીસ સ્‍ટેશને કારમાંથી 173 કિ.ગ્રા. ચાંદીની પાયલો પ્‍લાસ્‍ટીક બેગોમાં પેક કરેલી મળી આવી હતી. કાર સવાર ત્રણ ઈસમોની અટક કરી ચાંદીના જથ્‍થા અંગેના આધાર પેપર માંગેલા, જે રજૂ નહીં કરેલા, તેથી પોલીસે રૂા.1.10 કરોડની ચાંદી તથા કાર-મોબાઈલ મળી કુલ રૂા.1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુછપરછમાં આરોપીઓએ જણાવ્‍યું હતું કે, આ જથ્‍થો કોલ્‍હાપુરથી અમે રાજસ્‍થાન ઉદેપુર લઈ જવાના હતા. પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પ્રિ-પ્રાયમરીના નાાન ભુલકાંઓનો ગ્રેજ્‍યુએશન ડે ઉજવાયો

vartmanpravah

વાપીની પોલીબોન્ડ કંપનીનાં ૩ કામદારોને ગેસની અસર થતાં સારવાર માટે ખસેડાયાઃ કામદારો સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના ગેસનો ભોગ બન્યા

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી.માં પ્રથમવાર વિદેશની તર્જ પર કોબલ સ્‍ટોન રસ્‍તા બનશે

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

આઈસ્‍ક્રીમ લઈ પારડી આવી રહેલ ટેમ્‍પાનો પારડી આઈટીઆઈ નજીક અકસ્‍માત

vartmanpravah

Leave a Comment