January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના સામરસિંગી ગામે પ્રાકૃતિક ખેતીની ખેડૂત શાળા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ધરમપુર તાલુકાના સામરસિંગી ગામ ખાતે ગુલાબભાઈ ભોયાના ખેતરે ડાંગર પાક ઉપર ખેડૂત શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધરમપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર પ્રિતેશ જી પટેલ અને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર મયંક પટેલ દ્વારા ખેડૂતોને પાકની જુદી જુદી અવસ્થાની માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય જે અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી સાથે સાથે હાલની પરિસ્થિતિમાં વાતાવરણમાં દિવસે દિવસે બદલાવ આવી રહ્યો છે જેવી પરિસ્થિતિમાં ખેતી પાકને બચાવવા માટે શું કાળજી લેવી જોઈએ તે અંગેની માહિતી આપી હતી. ડાંગર પાક પર જીવાત નિયંત્રણ પ્રાકૃતિક ખેતીમાં કરવા માટેની માહિતીમાં દશપર્ણી અર્ક કેવી રીતે બનાવી ઉપયોગમાં લેવું તે અંગેની પણ માહિતી આપી હતી.

Related posts

ચીખલી તાલુકામાં અને ઉપરવાસમાં મૂશળધાર વરસાદને પગલે કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં ઘોડાપૂર

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગલોન્‍ડા ગામેથી ચાર મટકા રમતા આરોપીઓને ઝડપી પાડયા

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

Leave a Comment