June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત રક્‍તદાન કેમ્‍પ યોજાયો, 71 બોટલ એકત્ર થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ એસ.ટી. ડિવિઝન કચેરી અબ્રામા ખાતે ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” ઝુંબેશ અંતર્ગત વલસાડ વિભાગના વિભાગીય નિયામક એન.એસ. પટેલની આગેવાની હેઠળ યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 71 બોટલ રક્‍ત ભેગુ થયું હતું.
સરકારના આદેશ મુજબ સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન કાર્યક્રમ દરમિયાન વલસાડ એસટી ડિવિઝન કચેરી ખાતે બલ્‍ડ બેંક, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્‍પિટલના સહયોગથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું હતું. જેમાં એસટીના અધિકારીઓ, કર્મચારીઓ અને વર્કશોપના સ્‍ટાફે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી રક્‍તદાન કર્યુ હતું. આ પ્રસંગે વિભાગીય નિયામક શ્રી પટેલેજણાવ્‍યું હતું કે, વર્તમાન સમયે રક્‍તની વધતી જરૂરિયાતને જોતા રક્‍તદાન કરવું જોઈએ. રોજિંદા સંચાલનની સાથો સાથ વિભાગના અધિકારી-કર્મીઓએ આજે મોટી સંખ્‍યામાં હાજર રહી રક્‍તદાન કર્યું એ સરાહનીય છે.
નોંધનીય છે કે, વલસાડ એસટી વિભાગ હસ્‍તકના તમામ ડેપો – બસ સ્‍ટેશન – કંટ્રોલ પોઇન્‍ટ તથા વિભાગીય યંત્રાલય અને વિભાગીય કચેરી ખાતે અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા શ્રમદાન તેમજ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ સાથે મળી સ્‍વચ્‍છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્‍યું હતું.

Related posts

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

વલસાડમાં તા.28 નવેમ્‍બર થી ત્રિદિવસીય રણભૂમિ રમત મહોત્‍સવનો પ્રારંભ થશેઃ તા.23 નવેમ્‍બર સુધી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે

vartmanpravah

માનવતાની મહેક પ્રસરાવતી પારડી હોસ્‍પિટલ

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને વી.જી.ઈ.એલ. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં ‘ગાંધીયુગને ઘડનારા પરિબળો’ વિષયને કેન્‍દ્રમાં રાખી વ્‍યાખ્‍યાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment