(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં ફલ્લ્ અંતર્ગતસ્ત્રી સ્વાસ્થ્ય અને આરોગ્ય સુરક્ષા અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વક્તા તરીકે ડૉ.શ્વેતા આંધેરે કોલેજની વિદ્યાર્થિનીઓને માસિક ધર્મ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી તેમજ આ સમય દરમિયાન રાખવી જોઈતી કાળજી તેમજ સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં સ્વાસ્થ્ય અંગે રખાતી નિષ્કાળજીના કારણે થતાસ્ત્રી રોગોની પણ માહિતી પૂરી પાડી હતી. આ સમય દરમિયાન વિદ્યાર્થિનીઓએ ખોરાકમાં કઈ વસ્તુ વધારે પડતી લેવી જોઈએ તેના ઉપર ભાર મૂકયો હતો. કાર્યક્રમમાં કોલેજની તમામ વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી. ભીલાડની સરકારી વાણિજ્ય અને વિનિયન કોલેજના આચાર્ય કાશીરામ ભોયે અને હેડ ક્લાર્ક હિતેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજનાઆચાર્ય ડૉ.સુભાષ આંધેરના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રાધ્યાપિકા અંજલી દરજી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
