July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દમણગંગા નદી પુલ નજીક કાર ચાલકે સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર ગટરમાં પલ્‍ટી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
સેલવાસના ભીલાડ-નરોલી રોડ પર દમણગંગા નદી પૂલ નજીક નવા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આજે બપોરના સમયે વરસાદ પડવાને કારણે રસ્‍તા પર કાદવ હોવાને કારણે એક અલ્‍ટો કાર નંબર જીજે-15-સીએલ-5866ના ચાલક નિશાર્ક શર્માએ સ્‍ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એમની કાર સીધી રોડની બાજુમાં આવેલ ગટરમાં પલ્‍ટી મારી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્‍થળ પર પહોંચી હતી અને સૌપ્રથમ કાર ચાલકને બહાર કાઢયો હતો. બાદમાં કારને બહાર કાઢવામાં આવી હતી. કાર ચાલક નિશાર્કને ગંભીર ઇજા થતાં 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાંસારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો છે.

Related posts

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં જાળમાં ફસાયેલા અજગરનું જીવદયા પારડી દ્વારા રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા(ગુ.મા.), રખોલીમાં ‘રાષ્ટ્રીય સેવા યોજના દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment