January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વૃદ્ધોને હવે વિના મુલ્‍યે રોજીંદી દવા મળી રહેશે

અખંડ ભારત અખંડ હેલ્‍થકેર ફાઉન્‍ડેશનએ હેલ્‍થકેર સિસ્‍ટમ
સોશ્‍યલ સિકયુરિટી શરૂ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: મધ્‍યમ અને ઉચ્‍ચતર મધ્‍યમ વર્ગના વરિષ્ઠ નાગરિકોને રોજીંદી લેવાની દવાઓ વિના મુલ્‍યે આપી તેમના માટે હેલ્‍થકેર સોશ્‍યલ સિકયુરિટીનું કાર્ય અખંડ ભારત અખંડ હેલ્‍થકેર ફાઉન્‍ડેશને શરૂ કર્યું છે. જેમાં તેમના દ્વારા જે પણ વરિષ્ઠ નાગરિકોનું લાઈટબિલ રૂા.1200 થી ઓછું આવતું હોય તેમને વિના મુલ્‍યે દવા અપાશે. જેના માટે વરિષ્ઠ નાગરિકોએ રૂા.2100નો વાર્ષિક વહિવટી ચાર્જ આપવો પડશે.
આ અંગે વલસાડમાં એક પત્રકાર પરિષદમાં સંસ્‍થાના સંસ્‍થાપક અને પ્રમુખ ડો.મિલિંદ ઘાએલે જણાવ્‍યું કે, તેમના દ્વારા 6 વર્ષ અગાઉ આ સેવા શરૂ કરાઈ હતી. એક વરિષ્ઠ નાગરિકોના ઘરની મુલાકાત દરમિયાન તેમને ખબર પડી કે તેઓ હૃદય રોગની અનેપ્રેશરની દવા લેવા માટે સક્ષમ નથી. ત્‍યારથી તેમણે આ સેવાની શરૂઆત કરી હતી. જેને 6 વર્ષ થઈ ગયા છે. આ સેવાની શરૂઆત નવસારીથી કરાઈ હતી. જે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. વલસાડ જિલ્લામાં પણ આ સેવા હવે કાર્યરત થઈ ગઈ છે. અત્‍યાર સુધી તેમના દ્વારા 5100 જેટલા દર્દીઓને આ પ્રકારની સેવા અપાઈ રહી છે.

Related posts

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

વલસાડ તાલુકા કક્ષાનો કલા ઉત્‍સવ ઉજવાયો, 119 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

vartmanpravah

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

સેલવાસમાં જવેલર્સમાંથી સોનાની ચેન ચોરીને ફરાર થયેલ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

સેલવાસનાઆમલી વિસ્‍તારમાં દૂકાનોની બહાર ઉતારવામાં આવેલ ક્રેટમાંથી દૂધ ચોરી જવાની ઘટના સીસીટીવી કેદ

vartmanpravah

Leave a Comment