September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્‍કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ

દિવાળી તહેવાર મોટા ભાગની કંપનીઓ બંધ હોવાથી તસ્‍કરો
ગેરલાભ ઉઠાવવા મેદાને પડયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી જીઆઈડીસીમાં દિવાળી ટાણે મોટા ભાગની કંપનીઓમાં રજા હોવાથી કંપનીઓ બંધ હતી. આ સમય જાણે તસ્‍કરો માટે સિઝન ખુલી હોય તેમ રાત્રીના સમયે કેટલીક કંપનીઓમાં ચોરી કરવા માટે પગ પેસારો કર્યો હોય તેવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.
દિવાળી વેકેશન બાદ કંપનીઓ યથાવત કાર્યરત થવા લાગી છેત્‍યારે કંપનીઓના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવતા એક કંપનીમાં તસ્‍કરો ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જો કે કંપનીમાં કોઈ ચોરી થઈ નહોતી તેથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ બંધ કંપનીમાં તસ્‍કરોએ ચોરીનો નિષ્‍ફળ પ્રયાસ જરૂર કર્યો હતો તેવી સીસીટીવી કેમેરાએ ચાડી ખાધી હતી. દિવાલીનું વેકેશન કંપનીઓ માટે નિર્વિઘ્‍ને પસાર થયું હોવાથી કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાપીની કંપનીઓમાં અવાર નવાર ચોરીના બનાવો બનતા રહે છે.

Related posts

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૨૬૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ધરમપુર જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

વલસાડમાં બનાવટી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું : ચારની ધરપકડ

vartmanpravah

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

vartmanpravah

Leave a Comment