October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

 ગણેશ મંડળોને સમાજમાં વ્‍યસન મુક્‍તિનું અભિયાન ચલાવવાનું આહવાન કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: ગૃહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ઉપસ્‍થિત રહી ભગવાન શ્રી ગણેશનાં પૂજન – અર્ચન કરી ધન્‍યતા અનુભવી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્‍યમંત્રીશ્રીએ ધરમપુર ખાતેના આશરે 200 વર્ષ જૂના હેરિટેજમાં સ્‍થાન પામેલઅને ધરમપુર નગરજનોના આસ્‍થાના કેન્‍દ્ર સમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના દર્શન કરી પ્રજાની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ મંદિરના ટ્રસ્‍ટીગણ સાથે આ હેરિટેજ મંદિરની માહિતી મેળવી અભિભૂત થયા હતા.
ઉપરાંત ધરમપુરના સુવર્ણજયંતી ઉજવી રહેલા શ્રી નવયુવક ગણેશમંડળના ગણેશ પંડાલની મંત્રીશ્રીએ મુલાકાત લઈ ભગવાન શ્રી ગણેશની પૂજન-અર્ચન કરી ગણેશમંડળને તેમની પ્રવૃત્તિ માટે અભિનંદન પાઠવ્‍યા હતા. વર્ષ-1974માં શરૂ થયેલા આ ગણેશમંડળની મુલાકાત લઈ તેમના સ્‍થાપક ટ્રસ્‍ટીઓ ધર્મેન્‍દ્રસિંહ પરિહાર (ધર્મુદાદા), ગજેન્‍દ્રસિંહ રાવરાણા (નન્ના કાકા), સ્‍વ. ડોમનીક રોડ્રીગ્‍સ (દુબીન કાકા), મુનીકુમાર મહેતા (મેહતા સાહેબ), સ્‍વ. દિનાનાથ મયેકર (દિનાનાથકાકા)એ ગણેશોત્‍સવ ઉજવવાની શરૂઆત કરી હતી એ ઘટનાને તાજી કરી હતી. આજે ત્રીજી પેઢીએ પણ ગણેશ પંડાલની ઉજવણીનો વારસો જાળવી રાખ્‍યો છે. શ્રી નવયુવક ગણેશમંડળના ગણેશ પંડાલની સાથે સંકળાયેલા ધાર્મિક – સામાજીક પ્રવૃત્તિમાં સહભાગી થતા કાર્યકરોની કામગીરીને મંત્રીશ્રી દ્વારા બિરદાવી તેમને પ્રોત્‍સાહિત કરાયા હતા. આ ઉપરાંત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગણેશ મંડળોમાં આયોજકોને સમાજને વ્‍યસનોથી મુક્‍ત કરવાનું આહવાન કર્યું હતું.
યુવા મોર્ચાના જૂનાસાથીમિત્ર અને ધરમપુરના સંગઠન કાર્યકર શ્રી ગણેશભાઈ બીરારીના પિતાશ્રીના અવસાનના સમાચાર મળતા ખાસ એમના પરિવારને મળવા પહોંચેલા ગૃહ રાજ્‍યમંત્રીએ એમના ઘરે મુલાકાત કરી હતી અને પરિવારને સાંત્‍વના પાઠવી હતી.
ધરમપુરની મુલાકાત બાદ મંત્રીશ્રીએ વલસાડ ખાતે વલસાડના ધારાસભ્‍ય શ્રી ભરતભાઈ પટેલના દાદીયા ફળિયા વિસ્‍તારના ગણેશપંડાલની મુલાકાત લઈ શ્રી ગણેશ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.
મંત્રીશ્રી એ જણાવ્‍યું હતું કે, ગણેશ પર્વ પર ગણેશ પંડાલોમાં મંડપ, લાઈટીંગ, ટ્રાન્‍સપોર્ટ, પૂજાવિધિ જેવી કામગીરીને કારણે ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે લોકોને રોજગારીની પણ ભરપૂર તકો પૂરી પડે છે. આમ, ગણેશ પર્વ લોકો માટે ધાર્મિક લાગણીઓની સાથે રોજગારીનું પણ સાધન બની રહ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્‍વ્‍યું હતું. ત્‍યારબાદ મંત્રીશ્રીએ વલસાડ નગરના રામવાડીના ગણેશપંડાલની મુલાકાત લઈ શ્રી ગણેશ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમતભાઇ કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રીશ્રીઓ મહેન્‍દ્રભાઇ ચૌધરી, શિલ્‍પેશ દેસાઈ, વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરણરાજ વાઘેલા અને સંબંધિત અધિકારીઓ પણ સાથે જોડાયા હતા.

Related posts

આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

દાનહ નરોલી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં એક યુવાનનું મોત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

vartmanpravah

હવામાન ખાતાની અતિ ભારે વરસાદની આગાહીના પગલે આજે દાનહની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવા જિલ્લા કલેક્‍ટરે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment