October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭: વલસાડના ધરમપુરમાં ભારે વરસાદને કારણી નદી નાળા છલકાઈ ગયા હતા ત્યારે ધરમપુરના બોપી ગામના શિરીષપાડામાં ખનકી પરના નાળા પરથી પાણીનું વહેણ વધારે હોવા છતાં તા.૧૧-૦૭-૨૦૨૨ના રોજ બપોરે ૨-૧૫ વાગ્યાના સુમારે ચાર લોકો ઈકોકાર લઈને પસાર થયા હતા. તે દરમિયાન નાળા પર વચ્ચે કાર બંધ પડી ગઈ હતી અને લોક થઈ જતા ચારેય જણા કારમાં ફસાઈ ગયા હતા. એક વ્યક્તિ દરવાજાનો કાચ અડધો ખુલ્લો હોવાથી મથામણ કરી બહાર આવ્યો હતો પરંતુ બીજા ત્રણ વ્યક્તિ કારમાં જ રહી ગયા હતા. કારમાં ઝડપથી પાણી ભરાતા પાણીના વહેણ કારા અને ત્રણેય વ્યક્તિ ખનકીમાં તણાઈ ગયા હતા જે આજ દિન સુધી મળી આવ્યા નથી. ગુમ થયેલા વ્યક્તિઓમાં (૧)ભાવેશ ઉર્ફે ધર્મેશ ગોવિંદભાઈ પટેલ, ઉંમર-૩૩, ડ્રાઈવર, બારસોલ બીડ ફળિયા, તાલુકા-ધરમપુર, જિલ્લા વલસાડના રહેવાસી છે. તેઓ મજબૂત બાંધાના, શ્યામવર્ણ અને મોઢા ઉપર દાઢી છે, તેમણે ટી-શર્ટ અને હાફ પેંટ પહેરેલા છે. (૨) જયંતિભાઈ ઇશ્વરભાઇ પટેલ, ઉંમર-૪૦, ધંધો-રીક્ષા ડ્રાઈવર, મોટી ઢોલડુંગરી, તાલુકા-ધરમપુર, જિલ્લા- વલસાડના રહેવાસી છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ, ચપટો-લંબગોળ ચહેરો છે. તેમણે ટ-શર્ટ અને હાફ પેંટ પહેરેલા છે. (૩) મોહનભાઈ રવિયાભાઈ પટેલ, ઉંમર-૬૫, ધંધો-ખેતી, મરલા માવજી ફળિયા, તા-જી-વલસાડના રહેવાસી છે. તેઓ મધ્યમ બાંધો, રંગે શ્યામવર્ણ, માથાના વાળ સફેદ અને ચપટો લંબગોળ ચહેરો છે.  તેમણે લાંબી બાંયનું શર્ટ અને પેન્ટ પહેરેલું છે. ત્રણેય વ્યક્તિઓ ગુજરાતી તથા હિંદી ભાષા જાણે તથા બોલે છે. આ ત્રણેય વ્યક્તિઓની કોઈને ભાળ મળે તો ધરમપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

vartmanpravah

એપ્રિલથી નવા મકાનોમાં સ્કવેર ફૂટ 400-500નો ભાવ વધારો : વલસાડ જિલ્લા બિલ્‍ડર એસો.ની જાહેરાત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

Leave a Comment