October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઈવે ૮૪૮ ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી નહીં પુરાતા વાહન ચાલકો ત્રાહિમામ્ઃ તંત્ર મૂકદર્શક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્‍ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્‍ય વાહન વ્‍યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે 848 પર વહીવટી તંત્રની લાપરવાહી અને કોન્‍ટ્રાક્‍ટરની બેદરકારી નાનાપોંઢા જોગવેલ માંડવા કુંભઘાટ ફળી સુથારપાડામાં ચોમાસામાં પડેલા ખાડા વાહનો ચાલકો માટે ભયંકર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાત અને મહારાષ્‍ટ્ર બોર્ડર છે. દેશના અને રાષ્ટ્‌ના વિકાસ માટે વાહન વ્‍યવહાર ખૂબજ જરૂરી છે. સાથે ઉદ્યોગ અને ધાર્મિક સ્‍થળો હોવાથી પ્રતિરોજ ભારે અને નાનામોટા વાહનોની અવરજવર થાય છે. નેશનલ હાઇવે દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અનેક પ્રકારની ક્ષતિઓ કેમ? દરરોજના અકસ્‍માત થતા હોય છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. વાહનો અને માલનું નુકસાન એ રાષ્‍ટ્રીય માટે નુકસાનકારક છે.
ઉલ્લેખનીય છે કે શું અધિકારીઓ ફક્‍ત ડીગ્રી લઈને આવ્‍યા હોય છે. 15 થી 20 વર્ષ થી ખાડા પડે છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. હજુ સુધી નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ ટેકનોલોજી આવી નથી. કોન્‍ટ્રાક્‍ટરો પર કોના આશીર્વાદ છે.
સરકાર દ્વારા માર્ગ નવીનીકરણ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ આપવામાં આવે છે. દર વર્ષે ચોમાસુ આવે એટલે ખાડા પડી જાય છે. જવાબદારી કોની ?
નેશનલ હાઈવે પર જે પણ કામ કરવમાં આવે છે. કામના ગેરન્‍ટી પિરિયડ હોઈ છે કે નથી જે પણ કામમાં ગુણવત્તા વગર કરવામાં આવે છે એની સામે બ્‍લેક લિસ્‍ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. પ્રજાનાં ટેક્‍સ કરોડો રૂપિયા વેડફાય જતાં હોય છે.
કોન્‍ટ્રાકટર જે કામ ગેરેન્‍ટી પિરિયડ હોઈ પણ કામમાં કોન્‍ટ્રાક્‍ટ દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે. કપરાડાના કુંભઘાટ ગંભીર અકસ્‍માત અટકાવવા માટે અને દર વર્ષે ચોમાસુમાં પડતા ખાડા માટે હમણાં સુધીમાં કરોડની ગ્રાન્‍ટ ખર્ચોથઈ ગયો છે.
વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ વર્ષોથી સમસ્‍યા હોય સ્‍થાનિક આગેવાનો અને લોકોની સાથે યોગ્‍ય સમસ્‍યાઓનો ઉકેલ લાવે એ સમયની માંગ છે.

Related posts

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

દમણ જિલ્લામાં જળ, જમીન અને જંગલના જયજયકાર સાથે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઅંતર્ગત દૂધની ખાતે જેટી ખાતે ખાનવેલના આર.ડી.સી. અમિત કુમારની ઉપસ્‍થિતિમાં ‘‘બોટ રેસ” સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

vartmanpravah

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ વણાંકબારા ફિશિંગ હાર્બરના નિર્માણ માટે રૂા.128.86 કરોડની રકમ મંજૂર કરાઈ

vartmanpravah

Leave a Comment