October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ બ્રિજ નજીક એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે રૂા.2.75 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ આઈશર ટેમ્‍પો ઝડપ્‍યો

પોલીસને જોઈ ડ્રાઈવર-ક્‍લિનર ટેમ્‍પો ફિલ્‍ટર પ્‍લાન્‍ટ સાઈડ
ભગાડી ટેમ્‍પો છોડી ફરાર થઈ ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લા પોલીસ 24 કલાક જિલ્લાના તમામ રોડ ઉપર ગેરકાયદે દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માગતા બુટલેગરોને નાથવા તૈયાર જ હોય છે તેમ છતાં બુટલેગરો દારૂની હેરાફેરી અટકાવાનું નામ નથી લેતો તેવો વધુ એક બનાવ વાપી હાઈવે યુપીએલ બ્રિજ પાસે બન્‍યો હતો. એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે ટેમ્‍પાનો પિછો કરીને રૂા.2.75 લાખનોદારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપી પાડયો હતો.
વલસાડ એલ.સી.બી. પી.આઈ. ઉત્‍સવ બારોટ અને ટીમને બાતમી મળી હતી કે દમણ મોહનગામ ફાટક તરફથી દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો આવી રહ્યો છે તે મુજબ પોલીસે યુ.પી.એલ. પુલ ઉપર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ જતા આઈશર ટેમ્‍પો ચાલકે ટેમ્‍પો ફિલ્‍ટર પ્‍લાન્‍ટ તરફ ભગાડી દીધો હતો. પોલીસ પાછળથી પહોંચે તે પહેલાં ચાલક અને ક્‍લિનર ટેમ્‍પો છોડી નાસી ગયા હતા. પોલીસે ટેમ્‍પો નં.એમએચ 04 એલક્‍યુ 6761નો કબજો લીધો હતો. ટેમ્‍પામાં 3384 નંગ દારૂ કિંમત રૂા.2.75 લાખ તથા ટેમ્‍પો મળીને રૂા.13.86 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો તેમજ ચાલક અને ક્‍લિનરને વોન્‍ટેડ જાહેર કર્યા હતા.

Related posts

પારડીના ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

vartmanpravah

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

કેન્‍દ્રીય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા ગુજરાત રાજ્‍યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રાનું કરાયેલું આયોજન

vartmanpravah

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

Leave a Comment