પોલીસને જોઈ ડ્રાઈવર-ક્લિનર ટેમ્પો ફિલ્ટર પ્લાન્ટ સાઈડ
ભગાડી ટેમ્પો છોડી ફરાર થઈ ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લા પોલીસ 24 કલાક જિલ્લાના તમામ રોડ ઉપર ગેરકાયદે દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માગતા બુટલેગરોને નાથવા તૈયાર જ હોય છે તેમ છતાં બુટલેગરો દારૂની હેરાફેરી અટકાવાનું નામ નથી લેતો તેવો વધુ એક બનાવ વાપી હાઈવે યુપીએલ બ્રિજ પાસે બન્યો હતો. એલ.સી.બી.એ ફિલ્મી ઢબે ટેમ્પાનો પિછો કરીને રૂા.2.75 લાખનોદારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડયો હતો.
વલસાડ એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ અને ટીમને બાતમી મળી હતી કે દમણ મોહનગામ ફાટક તરફથી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો આવી રહ્યો છે તે મુજબ પોલીસે યુ.પી.એલ. પુલ ઉપર વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ જતા આઈશર ટેમ્પો ચાલકે ટેમ્પો ફિલ્ટર પ્લાન્ટ તરફ ભગાડી દીધો હતો. પોલીસ પાછળથી પહોંચે તે પહેલાં ચાલક અને ક્લિનર ટેમ્પો છોડી નાસી ગયા હતા. પોલીસે ટેમ્પો નં.એમએચ 04 એલક્યુ 6761નો કબજો લીધો હતો. ટેમ્પામાં 3384 નંગ દારૂ કિંમત રૂા.2.75 લાખ તથા ટેમ્પો મળીને રૂા.13.86 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો તેમજ ચાલક અને ક્લિનરને વોન્ટેડ જાહેર કર્યા હતા.