બંગલા નં.44માં રહેતા મણીબા ગોપાલજી પીંગળના ઘરમાં ઘટેલી ઘટના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વલસાડ મોગરાવાડી વિસ્તારમાં આવેલ અક્ષરધામ રેસિડેન્સીના એક બંગલામાં ગતરોજ ધોળા દિવસે રોકડા અને મંગલસુત્રની ચોરી થતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.
મોગરાવાડી સ્થિત અક્ષરધામ રેસિડેન્સી બંગલા નં.44માં રહેતા મણીબા પીંગળ તેમના પતિ અને બે પૂત્રો સાથે દુકાન ચલાવી ગુજરાનચલાવે છે. ગતરોજ તેમના ઘરે વોશીંગ મશીન રિપેરીંગ કરવા એક યુવક આવ્યો હતો તે દરમિયાન પડોશી નયનાબેન પણ આવ્યા હતા. યુવક રિપેરીંગ કરી 500 રૂપિયા લઈ ચાલી ગયો હતો તે દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ખરા બપોરે ઘરમાં ઘૂસીને પલંગમાં પાકીટમાં રાખેલ મંગલસુત્ર અને રોકડા રૂપિયા 9500 ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાંજે પતિ અને પૂત્રો ઘરે આવ્યા ત્યારે મણીબાએ પૂછપરછ કરી તો કોઈએ પાકિટ લીધુ નહોતું તેથી ચોરી થઈ ગયાનું માલૂમ પડયું હતું. ત્યારબાદ પરિવારે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.