(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપી જીઆઈડીસી સ્થિત અંબામાતા મંદિરમાં પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણ સેવા સમિતિ વાપી દ્વારા આયોજીત ભાગવત કથામાં સેંકડો ભાવિકો શ્રધ્ધાપૂર્વક કથા સાંભળવા રોજેરોજ આવી રહ્યા છે.
વાપી અંબામાતા મંદિરમાં તા.14મીથી ચાલી રહેલ ભાગવત કથામાં આજે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કથામાં રોજેરોજ નવા વ્યાખ્યાન મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યા છે. આગામી તા.20 નવેમ્બર સુધી ચાલી રહેલી ભાગવત કથાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 7:30 કલાક સુધીનો. કથાની વ્યાસપીઠ ઉપર જાણીતા ભાગવત કથાકાર રવિ મહારાજ કથાનું ભક્તિ અને સંગીત સાથે રસ પાન કરાવી રહ્યા છે. મોક્ષાર્થે ખાસ ભાગવત કથાનું આયોજન કરાયું છે. શિવકુમાર પાંડે, અવધેશ પાંડે સહિતના બ્રાહ્મણ સેવા સમિતિના અગ્રણીઓ કથામાં તન મન ધનથી સેવા આપી રહ્યા છે.
