દમણગંગા કેનાલ સબ ડિવિ. ઓફીસની પાસે જૂની કોર્ટ પાસેની જમીન પરથી હંગામી ડેપો સંચાલન કરવાની ચાલી રહેલી વિચારણા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: આગામી ટૂંક સમયમાં વાપીનો હયાત રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્વંશ કરીને તેની જગ્યાએ નવિન એફ.ઓ.બી. બનાવવાની ગતિવિધિ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે મહત્ત્વની સમસ્યા સાથે સાથે એ પણ ઉભી થવા જઈ રહી છે કે તો વાપી એસ.ટી ડેપોનું શું? જો કે સરકારની લાગણી વળગતી તમામ એજન્સીઓ આ બાબત અંગે વિવિધ સ્થળ નિરીક્ષણ અને સંકલનની રૂપરેખાને આખરી ઓપ પણ અપાઈ રહ્યો છે તે મુજબ બલીઠા-ને.હા. ઉપર હંગામી ધોરણે બસ ડેપોનું સંચાલન કરવામાં આવશે.
વાપી આર.ઓ.બી.ની કામગીરી શરૂ થવાની સાથે જ એસ.ટી.બસોની હયાત ડેપોની અવરજવર બંધ કરવી જ પડે તે માટે બલીઠા નજીક ને.હા. ટચ એવી દમણગંગા કેનાલ સબ ડિવિ. નં.06 વાપી ઓફિસ બાજુમાં સ્થિત જુની કોર્ટ બિલ્ડીંગવાળી જગ્યા પૈકી 6 હજાર ચો.મીટર જગ્યા હંગામી બસ સ્ટેશન માટે આઈડેન્ટીફાઈડ કરાઈ છે. ટેમ્પરરી વ્યવસ્થા માટે અનુકુળ જણાઈ છે. જો કે ટેમ્પરરી બસ સ્ટેન્ડ કાર્યરત થાય તે પહેલાં લેન્ડ હાઉસીંગ, પાણી બોર, ટોયલેટ, સેપ્ટીક ટેન્ક જેવી સુવિધાઓ પણ ઉભી કરવાની થાય છે તેથી જિલ્લાની જાહેર બાંધકામ વિભાગ સહિતની અન્ય એજન્સીઓ દ્વારા નવી કામગીરી અંગે ચક્રો ગતિમાન કરાશે તેવું જાણવા મળ્યું છે.