(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંહનું ટોળું આવી ચડ્યું છે. જેને અનેલોકોએ જોયું હતું, અને ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે ફોરેસ્ટ વિભાગએ આ ટોળામાંથી એક સિહણને પકડી પાડી હતી. જ્યારે બીજા સિંહ, સિંહણ તથા બચ્યાઓ પકડમાં આવ્યા ના હતા. સિંહણને પકડી અને રેન્જ ફોરેસ્ટ જસાધાર મોકલી આપવામાં આવી હતી, જ્યારે દીવમાં રહેલા બીજા સિંહના ટોળાને પકડવા દીવના ડાંગરવાડી વિસ્તારમાં ત્રણ સ્થળે પાંજરા મુકવામાં આવ્યા છે.