Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગમાં આગ લાગી : મુદ્દામાલ તરીકે રાખેલ બે બાઈક બળીને ખાખ

સમયસર પાલિકા ફાયરની ટીમે કચરાના ઢગલામાં લાગેલી આગ બુઝાવી દેતા મોટું નુકશાની ટળી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ સિટી પોલીસ સ્‍ટેશન પાછળ રહેલ કચરાના ઢગલામાં આજે સોમવારે સવારે અચાનક આગ લાગી હતી. આગમાં મુદ્દામાલતરીકે પાછળ રાખેલા વાહનો પૈકી બે બાઈક બળીને ખાખ થઈ ગયા હતા.
વલસાડ સિટી પોલીસ સ્‍ટેશનના પાછળના ભાગે ગુનાના કામે પગડાયેલ વાહનો રાખવામાં આવે છે. આ સ્‍થળે બાજુમાં મોટો કચરાનો ઢગલો પણ આવેલો છે. આ ઢગલામાં આજે સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા. તુરત વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્‍થળે દોડી આવી હતી. ઝડપભેર પાણીનો મારો ચલાવી જેહમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ ઝડપથી બુઝાઈ જતા મોટી નુકશાની ટળી હતી. કારણ કે આ સ્‍થળે ગુનામાં પકડાયેલા ટુવ્‍હિલરો રાખવામાં આવે છે. આગમાં બે ટુવ્‍હિલર બળીને ખાખ થઈ ગયા હતા.

Related posts

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ સલવાવમાં ઈન્‍વેસ્‍ટિચર સમારોહ યોજાયો

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment