Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વાપી જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિરમાં પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. બ્રાહ્મણ સેવા સમિતિ વાપી દ્વારા આયોજીત ભાગવત કથામાં સેંકડો ભાવિકો શ્રધ્‍ધાપૂર્વક કથા સાંભળવા રોજેરોજ આવી રહ્યા છે.
વાપી અંબામાતા મંદિરમાં તા.14મીથી ચાલી રહેલ ભાગવત કથામાં આજે કૃષ્‍ણ જન્‍મોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. કથામાં રોજેરોજ નવા વ્‍યાખ્‍યાન મહોત્‍સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યા છે. આગામી તા.20 નવેમ્‍બર સુધી ચાલી રહેલી ભાગવત કથાનો સમય બપોરે 3 કલાકથી સાંજે 7:30 કલાક સુધીનો. કથાની વ્‍યાસપીઠ ઉપર જાણીતા ભાગવત કથાકાર રવિ મહારાજ કથાનું ભક્‍તિ અને સંગીત સાથે રસ પાન કરાવી રહ્યા છે. મોક્ષાર્થે ખાસ ભાગવત કથાનું આયોજન કરાયું છે. શિવકુમાર પાંડે, અવધેશ પાંડે સહિતના બ્રાહ્મણ સેવા સમિતિના અગ્રણીઓ કથામાં તન મન ધનથી સેવા આપી રહ્યા છે.

Related posts

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

vartmanpravah

હાઈવે ઓથોરિટીના બેદરકારીભર્યા કારભાર વચ્‍ચે થાલા નેશનલ હાઈવે સર્વિસ રોડ પર ઉભરાતી ગટરની ગંદકી અને મસમોટા ખાડાઓથી સ્‍થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ્‌

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. ખાતે ‘ટોરેન્‍ટ પાવર આપણાં દ્વારે’ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયોઃ સ્‍થાનિક રહીશોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment