Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.19: આચાર્યની બદલી માટે ગ્રામજનોની લાંબા સમયથી રજૂઆત વચ્‍ચે ડીપીઇઓ દ્વારા વેકેશન પૂર્વે જ વાંસદાના નિરપણ ગામે બદલીનો હુકમ કર્યો હતો. પરંતુ વેકેશનના છેલ્લા દિવસે આચાર્ય શાળા પરથી રવાના થઈ ગયા બાદ પરત ન આવતા ટીપીઇઓ સહિતના સ્‍ટાફ ને પંચકયાસ કરી હુકમની બજવણી કર્યા વિના જ પરત આવવાની નોબત આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ઢોલૂંમ્‍બર ગામની પ્રાથમિક શાળાનો આચાર્ય અનિલભાઈ પટેલ શાળામાં બાળકોને ભણાવવાના સ્‍થાને ગામના રાજકરણમાં રચ્‍યો પચ્‍યો રહી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત લાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હોવા સહિતના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત રજૂઆત કરી બદલીની માંગણી કરાઈ રહી હતી.
આ દરમિયાન ગતજુલાઈ માસમાં પૂર્વ સરપંચ સાથેની જાહેરમાં મારામારીના વિવાદમાં સામસામે ફરિયાદમાં આચાર્ય અનિલ પટેલ સામે પણ ખેરગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. બાદમાં ડીડીઓ દ્વારા શાળાની વિઝીટ સાથે યોજેલી ગ્રામ સભામાં પણ ગ્રામજનો દ્વારા આ આચાર્યની બદલી માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં ડીપીઈઓના અહેવાલના આધારે નિયામકની સૂચનાથી ડીપીઇઓ દ્વારા અનીલ પટેલની બદલી વાંસદા તાલુકાના નિરપણ ગામની પ્રાથમિક શાળામાં કરી દેવાઇ હતી.
આ બદલીના હુકમની બજવણી કરવા માટે વેકેશનના છેલ્લા દિવસે ટીપીઇઓ વિજયભાઈ કેન્‍દ્ર શિક્ષક સીઆરસી સહિતના કાફલા સાથે ઢોલુંમ્‍બર પ્રાથમિક શાળાએ જતા ત્‍યાં હાજર આચાર્ય અનિલ પટેલ શાળા પરથી રવાના થઈ ગયા બાદ પરત ન આવતા હુકમની બજવણી કર્યા વિના પંચકયાસ કરી પરત આવવાની નોબત આવી હતી.
ગતરોજ સોમવારના રોજ સત્રના પ્રથમ દિવસે ટીપીઈઓ વિજયભાઈ ફરી બદલીના હુકમની બજવણી કરવા જતા આચાર્યએ તેને સ્‍વીકારી લેતા તેમને શાળા પરથી છૂટો કરી અન્‍યને ચાર્જ આપી દેવાયો હતો. જેને લઈને સ્‍થાનિકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. આ આચાર્ય નિરપણ હાજર પણ થઈ ગયો હોવાનું જાણવા મળ્‍યું હતું.

ટીપીઇઓ વિજયભાઈનાજણાવ્‍યાનુસાર ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્ય અનિલભાઈએ બદલીનો હુકમ સ્‍વીકારતા તેમને શાળા પરથી છૂટો કરી અન્‍યને ચાર્જ આપી દેવાયો છે. આચાર્ય ડીપીઈઓના હુકમથી નારાજ થઈ શિક્ષણની ટ્રીબ્‍યુનલમાં અને નામદાર કોર્ટમાં અપીલ કરી હોવાનો ઉલ્લેખ આચાર્યએ રિપોર્ટમાં કર્યો હોવાનું પણ ઉમેર્યું હતું.

ઢોલુમ્‍બરના સ્‍થાનિક આગેવાન ઉત્તમભાઈના જણાવ્‍યાનુસાર આચાર્ય અનિલ પટેલની બદલી માટે અમારા ગ્રામજનો દ્વારા લાંબા સમયથી લડત ચલાવાઇ રહી હતી જેમાં ડીપીઈઓ અરુણભાઈ અગ્રવાલ અને ટીપીઈઓ વિજયભાઈનો પણ ખૂબ સહકાર ગ્રામજનોને મળ્‍યો હતો. સોમવારના રોજ તેમણે બદલીનો હુકમ સ્‍વીકારી શાળા પરથી છૂટો થતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં સર્વગ્રાહી કુટુંબ આરોગ્‍ય સર્વે-2023નો પ્રારંભ: સર્વે માટે ત્રણેય જિલ્લાઓમાં તાલીમની થયેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment