Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

પુરપાટ ઝડપે ગાડી હંકારી પુલ પર બનાવેલ એંગલ તોડી ગાડી લઈ નદીમાં ઝંપલાવ્‍યું, યુવાનના મોત અંગે રહસ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: વલસાડમાં આવેલ પારડી પાર નદીના નાના પુલ પરથી વાપી ચલા ખાતે રહેતા અને વલસાડ વાસુદેવ એપાર્ટમેન્‍ટ, કૈલાશ રોડ, પ્રમુખ નગરનો આધારકાર્ડ ધરાવતા સાગર રાઘવભાઈ ગુર્જર ઉંમર વર્ષ આશરે 27 ના યુવાનેપોતાની મોંઘી ઘાટ જીપ કંપાસ ગાડી નંબર જીજે 15 સીએમ 1011 ને પુરપાટ ઝડપે હંકારી નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ ને તોડી પોતાની જીપ પાર નદીમાં ઝંપલાવી હતી. પાર નદી પર હાજર સિકયુરિટી એ આ અંગેની જાણ પારડી ચંદ્રપુર સ્‍થિત માંગેલા લાઈફ સેવર ટ્રસ્‍ટના યુવાનોને કરાતા તાત્‍કાલિક ચંદ્રપૂરના યુવાનો પોતાની હોળી (બોટ) લઈ નદીમાં ઝંપલાવી આ યુવાનને બચાવવાના ભારે પ્રયત્‍ન આદર્યા હતા પરંતુ યુવાનને બચાવી શકયા ન હતા. અંતે ક્રેન દ્વારા ગાડી બહાર કાઢી જોતા યુવાન મોતને ભેટયો હતો.
મળતી માહિતી મુજબ આ યુવાન બપોરના સમયે આશરે 1:30 કલાકે પાર નદીના નાના પુલ પાસે પોતાની ગાડી પાર્ક કરી કલાકો સુધી મોબાઈલ પર વાત કર્યા બાદ આશરે 3:30 કલાકે ત્‍યાંથી નીકળી ગયો હતો પરંતુ ત્‍યારબાદ 20 થી 25 મિનિટ પછી ફરી પોતાની ગાડી પુરપાટ ઝડપે હંકારી લાવી અને નાના પુલ પર બનાવવામાં આવેલ એંગલ તોડી પાર નદીમાં પોતાની ગાડી ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું.
લોકચર્ચા મુજબ પોતાના બિલ્‍ડરના ધંધામાં પણ સફળ હોય અને અન્‍ય પણ કોઈ પ્રોબ્‍લેમ ન હોવા છતાં આ યુવાને શા માટે આ પગલું ભર્યું તે એક રહસ્‍ય છે. 108 અને વલસાડ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી યુવાનની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ વલસાડ પોલીસે હાથધરી છે. આ તપાસ દરમિયાન જ સાચું કારણ બહાર આવશે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

વલસાડ નાની ભાગળ દરિયા કિનારે બોટમાં દમણથી લવાયેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment