વાંકલામાં રહેતા અક્ષય પટેલ અને માતા રંજનબેન દેવ દિવાળી કરવા નિકળ્યા હતા ત્યારે અકસ્માત નડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જુજવા ગામે બસ સ્ટોપ પાસે રવિવારે સાંજના અકસ્માત સર્જાયો હતો. વાંકલ ગામે રહેતા માતા-પૂત્ર બાઈક ઉપર સબંધીના ત્યાં દેવ દિવાળી કરવા જતા હતા ત્યારે ધરમપુર તરફથી કાર ચલાવી આવી રહેલ એસ.આર.પી. જવાને બાઈકને ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાઈક સવાર માતા-પૂત્ર અને કાર ચાલક એસ.આર.પી. જવાન ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા.
વાંકલ ગામે લીંમડા ચોકમાં રહેતા અક્ષર શૈલેષભાઈ પટેલ અને તેમની માતા રંજનબેન સાથે બાઈક ઉપર દેવ દિવાળી કરવા નિકળ્યા હતા. બાઈક જુજવા ગામે બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી હતી ત્યારે ધરમપુર તરફથી કાર નં.જીજે 15 સીએમ 6334 ચલાવી આવી રહેલ એસ.આર.પી. જવાન રહે.ધરમપુર કાંજવીના સંદીપ લક્ષ્મણભાઈએ બાઈકને જોરદાર ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા-પૂત્ર અને એસ.આર.પી. જવાન ઘાયલ થયા હતા. ત્રણેને વલસાડ સારવાર માટેખસેડાયા હતા. રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.