September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પીએફ કચેરીના આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની જામીન અરજી નામંજુર

આસિ. પીએફ કમિશ્‍નર હર્ષદ પરમાર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરની એ.સી.બી.એ રૂા.5 લાખ લાંચમાં ધરપકડ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ગુંજન ચાર રસ્‍તા નજીક કાર્યરત પી.એફ. ઓફિસની આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની વાપી કોર્ટે રૂા.5 લાખ લાંચના ગુનાની જામીન અરજી નામંજુર કરી.
વાપી ગુંજન ચાર રસ્‍તા સ્‍નેહદીપ કોમ્‍પલેક્ષમાં કાર્યરત પી.એફ. ઓફિસ દ્વારા એક બિલ્‍ડરને પી.એફ. નહી ભરવામાં આવતા ઓટીસ પાઠવી હતી. નોટીસનો ઝડપી નિકાલ અને દંડની રકમ ઓછી કરવા માટે બિલ્‍ડરે કચેરીમાં વાત કરી હતી ત્‍યારે આસિસ્‍ટન્‍ટ પી.એફ. કમિશ્‍નર હર્ષદભાઈ લજ્જુભાઈ પરમાર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે બિલ્‍ડર પાસે રૂા.5 લાખની લાંચની માંગણી કરી હતી. બિલ્‍ડરે એ.સી.બી. વલસાડમાં ફરિયાદ કરતા એ.સી.બી.એ ગત તા.8મી સપ્‍ટેમ્‍બરના રોજ ટ્રેપ ગોઠવીને આસિ. પીએફ કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ અધિકારીને રૂા.5 લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા. એ.સી.બી.એ ચાર્જ ફ્રેમ કરીને વાપી કોર્ટમાં ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં બન્નેઆરોપીઓએ જામીન અરજી દાખલ કરી હતી. નામદાર જજ ટી.વી. આહુજાએ જામીન અરજી નકારી કાઢી હતી.

Related posts

નરોલી ગ્રામ પંચાયત ખાતે રોટરી ક્લબ દાનહ અને આદિત્ય એનજીઓ દ્વારા નિઃશુલ્ક આઈ ચેકઅપ શિબિર યોજાઈ

vartmanpravah

લોકોમાં જાગેલી આશા અને આકાંક્ષા નવનિયુક્‍ત અધ્‍યક્ષ ચંચળબેન પટેલ દમણ જિલ્લા કોળી પટેલ સમાજને અસરકારક અને પ્રભાવશાળી નેતૃત્‍વ પુરૂં પાડશે

vartmanpravah

પારડી નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ : વિવિધ સ્‍કૂલોના બાળકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment