Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.એ પ્‍લાસ્‍ટિક થેલીનું ઉત્‍પાદન કરનાર કંપની પર પાડેલી રેડ

1400 કિલો જેટલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્તકરી ફટકારેલો રૂા.પાંચ હજારનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરના નેતૃત્‍વમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પરના પ્રતિબંધનો સખ્‍તાઈથી અમલ કરાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર, 66કેવીએ રોડ પર એક પ્‍લાસ્‍ટિક નિર્માણ કંપની પર નગરપાલિકાના સ્‍વચ્‍છતા વિભાગ દ્વારા છાપો માર્યો હતો. જે દરમ્‍યાન જોવા મળ્‍યુ હતું કે કંપની દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની ચીજવસ્‍તુનું ઉત્‍પાદન થઈ રહ્યું હતું અને અન્‍ય પ્‍લાસ્‍ટિક થેલીઓનું પણ ઉત્‍પાદન થઈ રહ્યું હતું. જે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ ઉપનિયમ 2018 અને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ ઉપનિયમ સંશોધન-2020નું ઉલ્લંઘન છે. જે સંદર્ભે સેલવાસ પાલિકા દ્વારા કુલ 1400 કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો હતો અને કંપનીને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્‍યો હતો.
સેલવાસ પાલિકા દ્વારા દરેક નાગરિકને સ્‍વચ્‍છ, સુંદર અને ગ્રીન પ્રદેશ બનાવવા માટે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો વપરાશ નહીં કરવા માટે કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે.

Related posts

દીવ વિસ્‍તારમાં બે જગ્‍યાએ લાગેલી આગ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment