February 4, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

‘ઉન્નતિ એક્‍ઝિબિશન કમ સેલ’નો આરંભ : પ્રદેશના ઉદ્યોગો દ્વારા વિવિધ ઘર ઉપયોગી ચીજવસ્‍તુઓનું પ0 ટકા સુધીના ડિસ્‍કાઉન્‍ટ સાથે વેચાણ

દાનહ ખાતે કાર્યરત હિન્‍ડાલ્‍કો ઈન્‍ડસ્‍ટ્રીઝને ખંડણી અને હપ્તાના ત્રાસથી 15 વર્ષ પહેલા તાળા મારવાની ફરજ પડી હતી પરંતુ હવે પરિસ્‍થિતિ સુધરતા રૂા.1000 કરોડના નવા રોકાણ સાથે ફરી ચાલુ કરેલી હિન્‍ડાલ્‍કો ઈન્‍ડસ્‍ટ્રીઝ

મુંબઈથી સુરત વચ્‍ચેના 300 કિલોમીટરના ગોલ્‍ડન કોરીડોરને ઔદ્યોગિક હબ તરીકે વિક્‍સિત કરવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મંત્રી સમક્ષ કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
મોટી દમણના બીચ રોડની સામે લાઈટ હાઉસ બીચ ખાતે ‘ઉન્નતિ એક્‍ઝિબિશન કમ સેલ’ના ભવ્‍ય ઉદ્‌ઘાટન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ટચૂકડા 470 કિલોમીટરના વિસ્‍તારમાં 7000 કરતા વધુ ઉદ્યોગો ધબકી રહ્યા છે અને 1800 જેટલા નવા ઉદ્યોગો કાર્યરત થયા હોવાની જાણકારી આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના પ્રશાસકકાળ દરમિયાન ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડેલી સલામતી અને ભયમુક્‍ત વ્‍યવસ્‍થાના કારણે આજે પ્રદેશમાંનવા ઉદ્યોગો સ્‍થાપવા માટે માંગ વધી છે. તેમણે જણાવ્‍યું હતું કે, મુંબઈથી સુરત વચ્‍ચેના 300 કિલોમીટરના ગોલ્‍ડન કોરીડોરને ઔદ્યોગિક હબ તરીકે વિક્‍સિત કરવા પણ મંત્રી સમક્ષ પોતાનું સૂચન વ્‍યક્‍ત કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી ખાતે કાર્યરત હિન્‍ડાલ્‍કો ઈન્‍ડસ્‍ટ્રીઝે ખંડણી અને હપ્તાના ત્રાસથી પોતાની કંપનીને મારેલા તાળા આજે ખોલીને રૂપિયા 1000 હજાર કરોડનું નવું રોકાણ પણ કર્યુ હોવાની માહિતી આપી હતી. તેમણે ઉપસ્‍થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં ખંડણીની સમસ્‍યા અને સલામતીના અભાવના કારણે ઘણા ઉદ્યોગોને હિઝરત કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે સ્‍થિતિ ઉદ્યોગ ફ્રેન્‍ડલી બની હોવાનું પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાવા સાથે જણાવ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટચૂકડા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે શિક્ષણ ક્ષેત્રે કરેલા વિકાસની ઝાંખી બતાવતા જણાવ્‍યું હતું અહીં એમબીબીએસ, એન્‍જિનિયરિંગ, નર્સિંગ, નર્સિંગ પોસ્‍ટ ગ્રેજ્‍યુએશન, ટ્રિપલ આઈટી જેવા અભ્‍યાસક્રમો શરૂ થઈ ચૂક્‍યા છે અને દાદરા નગર હવેલી તથા દમણમાં ટેક્ષટાઈલ ઉદ્યોગનો સારો પ્રભાવ છે ત્‍યારે પ્રદેશમાં નેશનલ ફેશન ટેક્‍નોલોજીની ડિગ્રી કોલેજ આરંભ કરવા મંત્રી સમક્ષ માંગણી કરી હતી.
કેન્‍દ્રીયમંત્રી શ્રી પિયૂષ ગોયલે પ્રશાસકશ્રી દ્વારા કરાયેલી માંગણીનો હકારાત્‍મક પડઘો પાડતા જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ફાઈવ એફ- ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રીક, ફેબ્રીક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, દાનહ અને દમણ-દીવમાં ફાઈવ એફ ઉપલબ્‍ધ હોવાથી ફેશન ટેક્‍નોલોજીની કોલેજ શરૂ કરવા સંપૂર્ણ તૈયારી દર્શાવી હતી.
———-

અદ્યતન દાનહ અને દમણ-દીવના નિર્માણના શિલ્‍પી તરીકે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ચિરંજીવ રહેશે : ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી પવન અગ્રવાલે આજના કાર્યક્રમમાં બોલતા તેમણે અદ્યતન દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિલ્‍પી તરીકે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને ગણાવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, ભૂતકાળમાં ઉદ્યોગગૃહો પાસેથી ખંડણી અને હપ્તા ઉઘરાવવાનો વ્‍યાપક ત્રાસ હતો. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કાયદો અને વ્‍યવસ્‍થાને સઘન બનાવી આપેલી પ્રાથમિકતાના કારણે આજે મહિલાકર્મીઓ પણ સલામત રીતે રાત્રે 9.00 વાગ્‍યે પણ પોતાના ઘરે જઈ શકે છે. ભંગાર ખરીદી અને વેચાણ માટે કરેલી ઓનલાઈન વ્‍યવસ્‍થા તથા સિક્‍યુરીટી અને ટ્રાન્‍સપોર્ટ માટે પણકરેલી વ્‍યવસ્‍થાના કારણે ઉદ્યોગોમાં થતી કનડગત ઉપર અંકૂશ આવ્‍યો છે. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલી ઉદ્યોગ ફ્રેન્‍ડલી વ્‍યવસ્‍થા બદલ મુક્‍ત મને આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

બગવાડા હાઇવે પરથી ગૌરક્ષકો અને પોલીસે ગાય અને વાછરડા ભરેલી ટ્રક ઝડપી પાડી

vartmanpravah

કચીગામ ખાતે માન દેશી ફાઉન્‍ડેશનની આવકારદાયક પહેલઃ 19 મહિલાઓને સિવણ ક્‍લાસ અને 9 મહિલાઓને બ્‍યુટીપાર્લરના આપવામાં આવેલા સર્ટીફિકેટ

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણમાં એક્‍સ સર્વિસ મેન ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજીત શ્રદ્ધાંજલિ સભામાં ઉમટેલું દમણ

vartmanpravah

Leave a Comment