આસિ. પીએફ કમિશ્નર હર્ષદ પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરની એ.સી.બી.એ રૂા.5 લાખ લાંચમાં ધરપકડ કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી ગુંજન ચાર રસ્તા નજીક કાર્યરત પી.એફ. ઓફિસની આસિ. કમિશ્નર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરની વાપી કોર્ટે રૂા.5 લાખ લાંચના ગુનાની જામીન અરજી નામંજુર કરી.
વાપી ગુંજન ચાર રસ્તા સ્નેહદીપ કોમ્પલેક્ષમાં કાર્યરત પી.એફ. ઓફિસ દ્વારા એક બિલ્ડરને પી.એફ. નહી ભરવામાં આવતા ઓટીસ પાઠવી હતી. નોટીસનો ઝડપી નિકાલ અને દંડની રકમ ઓછી કરવા માટે બિલ્ડરે કચેરીમાં વાત કરી હતી ત્યારે આસિસ્ટન્ટ પી.એફ. કમિશ્નર હર્ષદભાઈ લજ્જુભાઈ પરમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર સુપ્રભાત રંજન તોમરે બિલ્ડર પાસે રૂા.5 લાખની લાંચની માંગણી કરી હતી. બિલ્ડરે એ.સી.બી. વલસાડમાં ફરિયાદ કરતા એ.સી.બી.એ ગત તા.8મી સપ્ટેમ્બરના રોજ ટ્રેપ ગોઠવીને આસિ. પીએફ કમિશ્નર અને એન્ફોર્સમેન્ટ અધિકારીને રૂા.5 લાખની લાંચ લેતા ઝડપી પાડયા હતા. એ.સી.બી.એ ચાર્જ ફ્રેમ કરીને વાપી કોર્ટમાં ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં બન્નેઆરોપીઓએ જામીન અરજી દાખલ કરી હતી. નામદાર જજ ટી.વી. આહુજાએ જામીન અરજી નકારી કાઢી હતી.