July 31, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: નવી દિલ્હીમાં આયોજિત 97મા ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ’ માટેના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી. જે માટે ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન અને GIDC, VIA અને નોટીફાઈડ એરીયા ઓથોરીટીના સતત કાર્યક્ષમ પ્રયત્ત્નો જવાબદાર છે.
ગુજરાતના વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC) ને ‘સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ’ શ્રેણીમાં શ્રેષ્ઠતા માટેનો ફિક્કી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
સદર પુરસ્કાર GIDC દ્વારા ઉધોગકારોને પુરુ પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ, પાણી, ભુગર્ભ ગટર, સ્ટ્રીટ લાઇટ, જાહેર જનતા માટેની યુટીલીટી તેમજ ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વગેરે સુવિધાને અને ખાસ કરીને VIA દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલ કે જે અંતર્ગત વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવ્યા, જે સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાને લેવામાં આવેલ.
જેમાં નિરીક્ષણ માટે આવેલ ટીમ દ્વારા નોટીફાઈડ એરીયા દ્વારા સંભાળવામાં આવતી ૧૧૩.૫૦ એમ.એલ.ડી. ની ક્ષમતા વાળી પાણી-પુરવઠા યોજના, ૭૯.૯૦ એમ.એલ.ડી. ની ક્ષમતા વાળી ડ્રેનેજ યોજના, CETP, Solid waste, સેન્ટરલ ઓફ એકસલન્સ, ઈન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં સાફસફાઈની કામગીરી, સ્ટ્રોમ વોટરની ગટર લાઈન, ઈન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં જાહેર જનતા માટે સ્ટ્રીટ લાઈટ તેમજ જાહેર બગીચા તેમજ જાહેર શૌચાલયની મુલાકાત કરીને વિષેશ નોંધ લેવામાં આવી હતી અને કામગીરીની સરાહના કરવામાં આવી હતી, તેમજ સદરહુ આંતર્મળાકીય સુવિધાની ફરીયાદ અન્વયે જાહેર જનતા માટે ઘેરબેઠા ફરીયાદના નિવારણ માટે જારી કરેલ હેલ્પલાઈન નંબર(ડેકસબોર્ડ)ની વિષે: નોંધ લેવામાં આવેલ હતી.
આ સન્માન સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા કરવામાં આવેલા ઉત્તમ પ્રયાસોની માન્યતા છે.
આ પુરસ્કાર વિતરણ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમ્પેઇન અને એવોર્ડ્સ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવ્યું, જે FICCI (Federation of India Chambers of Commerce & Industry) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.

Related posts

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

વલસાડમાં સ્‍કૂલ જવાનું માતા દ્વારા કહેવામાં આવતા કિશોરે ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

Leave a Comment