Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

(…ગતાંકથી ચાલુ)
આ સમગ્ર ઘટનાક્રમનો વિચાર કરતાં મુખ્‍યત્‍વે એક વાત દેખાઈ આવે છે કે ભારતમાં જે કોઈ વિદેશી આક્રમણો થયાં તે બધાંનો ઉદ્દેશ એક જ હતો. હિન્‍દુ સંસ્‍કૃતિ, સમાજ અને ધર્મ એ બધાંનો નાશ કરવો અને પોતાના ધર્મની પ્રસ્‍થાપના કરવી. પેશવા પાસેથી નગર હવેલી જેવા ગરીબ અને જ્‍યાં ડાંગર સિવાય કંઈ ઉપજતું પણ ન હોય તેવા પ્રદેશની માગણી કરતી વખતે પણ પોર્ટુગીઝોના મનમાં આ જ હેતુ હતો. આ પ્રદેશનું ધર્મપ્રચાર અને વેપારવિષયક મહત્ત્વ તેમના ધ્‍યાનમાં પૂરેપૂરૂં આવી ગયું હતું.
આવાં અનેક સદીઓથી ચાલી રહેલાં આક્રમણો અને અત્‍યાચારો તરફ જ્‍યારે મોટાભાગનો સમાજ બેખબર હતો અને ભારત સરકાર પોતે પણ આંતરરાષ્‍ટ્રીય પ્રતિષ્‍ઠા સાચવવા ખાતર શાંતિપૂર્ણ સમાધાનની ખોખલી નીતિ અપનાવીને બેઠી હતી ત્‍યારે પોર્ટુગીઝો જેવા ક્રૂર શાસકોના હાથમાંથી માતૃભૂમિના એક ભૂભાગ, દાદરા નગર હવેલી માટે થયેલો સંઘર્ષ એક મહત્ત્વનું સીમાચિホ બની રહે છે.
આવા અપૂર્વ, ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય તેવા સંગ્રામને સફળ બનાવવામાં મુખ્‍ય ભાગ ભજવ્‍યો પુણેના રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના 92 સ્‍વયંસેવકોએ, અને તેમને સાથે આપ્‍યો આઝાદ ગોમાંતક દળના 20 યુવાનોએ. રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સંસ્‍કારોથી પ્રેરિત સ્‍વયંસેવકોમાટે માતૃભૂમિની મુક્‍તિની ઇચ્‍છા જ પ્રેરણારૂપ હતી. સંઘની દૈનંદિન શાખા, વિશેષ કાર્યક્રમોમાં અપાતાં બૌદ્ધિક, પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષ એવા સંઘ શિક્ષા વર્ગો તથા અન્‍ય પ્રશિક્ષણ વર્ગો અને સંઘ સાહિત્‍યમાંથી એક અને અખંડ રાષ્‍ટ્રના નિર્માણના થતા સંસ્‍કાર દ્વારા તેમની પાર્શ્વભૂમિ તૈયાર થયેલી હતી.
દાદરા નગર હવેલી મુક્‍તિ સંગ્રામમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ પ્રત્‍યક્ષપણે સહભાગી ન હતો. તેમ છતાં અનેક સ્‍વયંસેવકોની સાથે જ તત્‍કાલિન પ્રાંતપ્રચારક શ્રી બાબારાવ ભીડે અને પુણેના સંઘચાલક શ્રી વિનાયકરાવ આપટેનો તેમાં ખુબ સક્રિય સહભાગ રહ્યો હતો. આ સમગ્ર અભિયાન દરમિયાન તેઓ અનેક રીતે મદદકર્તા અને માર્ગદર્શક બની રહ્યા હતા. તે સમયે પ્રાંતના સંઘકાર્યમાં મહત્ત્વની જવાબદારી નિભાવતા શ્રી મોરોપંત પિંગળે પણ સિલવાસા ગયેલા સહુ સ્‍વયંસેવકોને મળવા જઈ આવ્‍યા હતા. આ સંદર્ભમાં તેમણે કરેલું વિવેચન સંઘની આ ભૂમિકાને સારી રીતે સ્‍પષ્‍ટ કરે છે. તેઓ કહે છે, ‘રાષ્‍ટ્રના પુનરુત્‍થાન માટે શક્‍તિશાળી યુવાનોની સુસંસ્‍કારિત પેઢી તૈયાર કરવી એ સંઘે સ્‍વીકારેલું કાર્ય છે. તે માટે કરવા પડતાં બધાં જ કાર્યો યોગ્‍ય છે તેમ સંઘ માને છે. પરંતુ એકંદર સમસ્‍યાની વ્‍યાપ્તિ અને ઉપલબ્‍ધ સાધનસામગ્રીને ધ્‍યાનમાં લઈને સંઘને કરવા યોગ્‍ય કામોનો ક્રમનક્કી કરવો પડે છે. અનેક કામો કરવાની આવશ્‍યકતા દેખાતી હોવા છતાં તે બધાં જ કામો આપણે કરી શકતા નથી એનો આપણને ખેદ છે. કાર્યોની શક્‍યાશક્‍યતા નક્કી કરવાની સંઘની એક નિヘતિ પદ્ધતિ છે. તે અનુસાર સંઘકાર્ય ચાલે છે. પરંતુ સંઘની કાર્યસૂચિમાં ન હોય તેવાં કામ સંઘસ્‍વયંસેવકો કરે તો તેમને યોગ્‍ય અને શક્‍ય એટલી મદદ સંઘ કરે જ છે.

(ક્રમશઃ)

Related posts

નવસારીના નાગધરા ગામે ડ્રોન ટેકનોલોજીથી નેનો યુરિયા છંટકાવ કરવામાં આવ્યો

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

vartmanpravah

ચીખલી ખરીદી કરવા આવેલ વંકાલના ગુમ યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢયો

vartmanpravah

સેલવાસ કોર્ટ દ્વારા આરોપીને દોષી ઠરાવ્‍યો

vartmanpravah

Leave a Comment