સેમિનારમાં કેન્સરને લગતી ટ્રીટમેન્ટ અંગે ફેકલ્ટી તબીબોએ માહિતી અને માર્ગદર્શન આપ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: સમાજમાં સેવાકિય કાર્ય કરતાં માનવીય વિચારધારા ધરાવતાં વ્યક્તિઓનો સમુહ એટલે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ જે સમાજમાં સેવાકિય કાર્ય કરવા માટે વિવિધ રસ્તા અપનાવતી હોય છે એટલે કે ડિસ્ટ્રીક્ટના માધ્યમથી ક્લબ સહિત સમાજમાં સેવાકીય પ્રવૃત્તિ કરતાં લાયન મિત્રોને ડિસ્ટ્રીક્ટમાં વિવિધ પોર્ટ ફોલીયો આપે છે અને એવાજ લાયન્સ ક્લબ ઓફ વાપી ઈન્ટીગ્રેટેડના સભ્ય અને ડિસ્ટ્રીક્ટમાં ચાઈલ્ડહુડ કેન્સરનો પોર્ટફોલીયો ધરાવતા ચેરમેન લા.પુષ્પાબેન ત્રિવેદી દ્વારા બાળકોને કેન્સરનો રોગ કેવી રીતે થાય અને તેના અગમચેતીના ભાગ રૂપે કેવા પગલાં ભરવા જોઈએ તે માટે ચાઈલ્ડહુડ કેન્સર અવેરનેશ અંગે વાપીમાં સેમિનાર રાખવામાં આવ્યો હતો.
આ સેમિનારમાં કેન્સરને લગતી ટ્રીટમેન્ટ કરનાર વિવિધ ફેકલ્પટીના ડોક્ટર્સ જેવા કે ડો.અદિતી નાડકણી, ડો.સિધ્ધાર્થ નાગશેટ તથા ડો.અક્ષય નાડકણીએ હાજર રહી માર્ગદર્શન આપતા જણાવેલ કે, બાળકોમાં જો તેઓના દૈનિક ખોરાકનીમાત્રામાં ઘટાડો થાય; આંખમાંથી પાણી નીકળવું; નબળાઈ લાગે તો તરત જ ડો.ની સલાહ લેવી જોઈએ અને તંબાકુ, સીગારેટ જેવા હાનિકારક વ્યસન ન કરવા સલાહ આપી હતી તેમજ બાળકોએ પુછેલાં પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.
સેમિનારનું ઉદ્ઘાટન ડિસ્ટ્રક્ટ 3232એફ2 ના ડિસ્ટ્રીક્ટ ગવર્નર લા.મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને મુખ્ય અતિથી તરીકે પાસ્ટ મલ્ટીપલ કાઉન્સીલ ચેરપરશન અને લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર, સુરતના ચેરમેન લા.અશોકભાઈ કાનુંગો વિશેષ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ક્લબના પ્રમુખ લા.મહેશભાઈ જૈન તથા ક્લબના સભ્યો સહિત રીજીયનના સભ્યો તેમજ વાપી વિસ્તારના ઘણાં બાળકો, વાલીઓ સહિત હાજર રહી કેન્સરની સામે કેવી રીતે સચેત રહેવું તેનું માર્ગદર્શન મેળવ્યુ હતું. આ સેમિનારનું સફળ સંચાલન તથા યોગદાન લા.પુષ્પાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ. આ સમયે લાયન મિત્રો દ્વારા સુરતમાં બનનારી અદ્યતન લાયન્સ કેન્સર ડીટેકશન સેન્ટર, સુરતના ચેરમેન લા.અશોકભાઈ કાનુંગોને રૂા.100,000/- નુ અનુદાન આપવામાં આવ્યું હતું.