(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: આજરોજ તા.20-11-2024 સ્વ.હરીશભાઈ ભુલાભાઈ દેસાઈના સ્મર્ણાર્થે બ્રાસ કોપર એન્ડ એલોય (શ) લિમિટેડ તથા શ્રી મનીષભાઈ હરીશભાઈ દેસાઈના સહયોગથી શ્રેયસ મેડિકેર સંચાલિત મણિબેન નાગરજી મેહતા (વલવાડા) જનસેવા હોસ્પિટલ ખાતે અધ્યતન ડેન્ટલ ઉપકરણો અને ઓપીડીનું નવીનીકરણ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ, મલાડ મુંબઈના ભુતપૂર્વ આચાર્ય શ્રીમતી શાંતાબેન હરીશભાઈ દેસાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રેયશ મેડકર સંચાલિત એમ.એન. મેહતા (વલવાડા) જનસેવા હોસ્પિટલ વાપીને ડેન્ટલ ઓપીડી કાયાપલટની ભેટ આપી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થયા. આવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ શ્રેયશ મેડિકર સંચાલિત એમ.એન. મેહતા(વલવાડા) જનસેવા હોસ્પિટલવાપીના સર્વે ટ્રસ્ટી મંડળ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ છે, તેમજ આ સેવાનો લાભ વાપી તેમજ આજુબાજુના વિસ્તારના દર્દીઓને રાહત દરે આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
