April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

ગામ ડેવલપ કરવાની ચાવી સરપંચ પાસે જ હોય છેઃ એસ.કે.હિમાંશુ-પૂર્વ સરપંચ પુંસરી ગ્રામ પંચાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને પહેલથી સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા દૂધની-કૌંચા ખાતે આયોજીત બે દિવસીય પ્રદેશના સરપંચો માટે ક્ષમતા નિર્માણ વર્કશોપ અને એક્‍સ્‍પોઝર વિઝિટમાં આજે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા હિંમતનગર તાલુકાના પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી એસ.કે.હિમાંશુએ મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું.
પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી એસ.કે.હિમાંશુએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ગામ ડેવલપ કરવાની ચાવી સરપંચ પાસે જ હોય છે. દરેક સરપંચે પોતાની ગ્રામ પંચાયત માટે ઓવન રોડમેપ બનાવવો પડશે અને કામોની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. તેમણે જણાવ્‍યું હતું કે, ગામના બધા જ કામો માટે પૈસા કે ફંડની જરૂરિયાત નથી પડતી. જે કામોમાં ફંડની જરૂરિયાત નહીં પડે તેની અલગ તારવણી કરવા માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓ દ્વારા પણ ગામનોવિકાસ થઈ શકે છે. તેમણે સરકાર દ્વારા મળતી ગ્રાન્‍ટનો મહત્તમ ઉપયોગ અને મળેલ ગ્રાન્‍ટમાંથી કેટલા લોકોને ફાયદો પહોંચાડો છો તે વધુ મહત્‍વનું હોવાનું જણાવ્‍યું હતું.
પૂર્વ સરપંચ શ્રી એસ.કે.હિમાંશુએ પુંસરી ગ્રામ પંચાયતની બદલેલી રોનક પાછળના ઈતિહાસનું વર્ણન કરતા જણાવ્‍યું હતું કે, તેઓ ગુજરાત અને ભારત સરકારના અનેક વિભાગોના સંપર્કથી વધુમાં વધુ યોજના પોતાના ગામમાં કેવી રીતે આવી શકે તે બાબતે અધ્‍યયન કરી તેનો સફળતાપૂર્વક કરેલા અમલના કારણે રાજ્‍ય અને દેશમાં પુંસરી ગ્રામ પંચાયત એક મોડેલ પંચાયત બની શકી છે.
શ્રી એસ.કે.હિમાંશુએ દરેક સરપંચોને પોતાના ગામની વિલેજ કો-ઓર્ડિનેટ કમીટિના ગઠન માટે માર્ગદર્શન આપ્‍યું હતું. તેમણે સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ ઉપર જોર આપ્‍યું હતું. તેમણે પીવાનું પાણી કેટલા ટી.ડી.એસ.નું આવે છે તે તમામ બાબતની જાણકારી રાખવા પણ સરપંચોને અનુરોધ કર્યો હતો. તેમણે સમયાંતરે ગામની પ્રાથમિક શાળાઓમાં મળતા મધ્‍યાહ્‌ન ભોજનનો સ્‍વાદ માણવા પણ સલાહ આપી હતી.
આ કાર્યક્રમમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અને અમૃત સરોવર યોજનાની જાણકારી આપી હતી. તેમણે આભાર પ્રસ્‍તાવ પણ રજૂ કર્યોહતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા સરપંચો દ્વારા મુખ્‍ય અતિથિ પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી એસ.કે.હિમાંશુને સ્‍મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી.
પુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી એસ.કે.હિમાંશુએ સરપંચો જોડે વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણાં પણ કરી હતી. આ ક્ષમતા નિર્માણ વર્કશોપથી દાદરા નગર હવેલી અને દમણ-દીવના સરપંચોને વિવિધ વહીવટી કસબ અને પોતાના અધિકારોની જાણકારી પણ મળી હતી.

Related posts

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

Leave a Comment