December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવ દ્વારા જિલ્લા કક્ષાએ કલા ઉત્‍સવ 2024-25 નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ યુ.ટી. કક્ષાએ તારીખ 22 અને 23 નવેમ્‍બરના રોજ દાદરા નગર અને દમણ એન્‍ડ દીવ ત્રણેય જિલ્લાઓના વિદ્યાર્થીઓ સાથે સ્‍પર્ધામાં ભાગ લેશે. જેમાં નાટક, વોકલ ફોક. કલાસિકલ ઈન્‍સ્‍ટુમેન્‍ટલ, કલાસિકલ ડાન્‍સ તેમજ 3ડી વિઝુઅલ આર્ટ જેવી સ્‍પર્ધાઓ શામેલ છે. જેમાં આજરોજ દીવ જિલ્લાના કુલ 10 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો પૈકી શ્રી જીજ્ઞેશ તિલાવત, શ્રીમતી તસ્‍લીમા શેખ, શ્રીમતી મિત્રા સોલંકી અને સર્વશિક્ષા વિભાગના ટુર કોર્ડિનેટર શ્રી માનસીન બામણીયા જવા માટે રવાના થયા.
દીવ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદ સોલંકી, દિવ્‍યેશ જેઠવા, વિજય બામણિયા તથા શિક્ષકશ્રીઓએ શુભેચ્‍છા સાથે યુટી લેવલે સિલ્‍વાસ જવા માટે રવાના કર્યા.
સેલવાસ ખાતેયુટી લેવલે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નેશનલ લેવલે કલા ઉત્‍સવ કાર્યક્રમમાં ભાગ લેશે.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં દિવાળી પર્વે વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી સ્‍ટેશન રોડ ઉપર બે યુવાનોની કાર ઉપર ઝાડ પડયુ : બન્નેનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોર-કિશોરીઓનું 100 ટકા થયેલું કોવિડ વેક્‍સિનેશન

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

ધરમપુરમાં ઘરના માળીયામાંથી દારૂનો જથ્‍થો તેમજ રસોડામાં 4 લાખ રોકડા મળ્‍યા : મહિલાની અટક

vartmanpravah

Leave a Comment