August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા તરીકે સેલવાસ – ટોકરખાડાની આંગણવાડી કાર્યકર્તા અર્પિતા ભાવિન પટેલનું નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્‍મૃતિ ઈરાનીએ કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, , તા.10 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને નિર્દેશક શ્રી મનોજ કુમાર પાંડેયના નેતૃત્‍વમાં સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રમાં કાર્યરત આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલને દાદરા નગર હવેલી અને દમણ-દીવથી ‘‘શ્રેષ્‍ઠ આંગણવાડી કાર્યકર્તા”ના પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ પુરસ્‍કાર આજે નવી દિલ્‍હી ખાતે વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમ પ્રોટોકોલ ફોર મેનેજમેન્‍ટ ઓફમાલન્‍યુરિસ્‍ટ ચિલ્‍ડ્રનના સમારંભમાં શુભારંભ અવસર ઉપર ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્‍મૃતિ ઈરાનીએ સુપ્રત કર્યો હતો.
સંઘપ્રદેશની સેલવાસ-ટોકરખાડા આંગણવાડી કેન્‍દ્રની આંગણવાડી કાર્યકર્તા શ્રીમતી અર્પિતા ભાવિન પટેલ સમગ્ર પ્રદેશ માટે ગૌરવરૂપ પણ બની છે.

Related posts

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

વાંસદા તાલુકામાં સૌથી વધુ ૧૮૪ મી.મી વરસાદ નોંધાયો : કેલિયા અને જૂજ ડેમ ઓવરફ્લો થતાં નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા

vartmanpravah

વાપીમાં ગલેના મેટલ્‍સ કંપનીમાંથી રૂા.1.33 લાખના સીસા પ્‍લેટની ચોરી

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

વલસાડમાં આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ માટે રેલી યોજી આઈ.સી.ડી.એસ.ને આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

Leave a Comment