(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.21: દીવના વણાકબારાની છોકરીને ડોળાસાનો મુસ્લિમ છોકરો ભગાડી ગયો હોય જેને લઈને વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા દીવ એસપીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ વણાકબારા સંયુક્ત કોળી સમાજના હેઠળ આવેલ વડીશેરી કોળી સમાજની એક છોકરી અંજલીબેન ધનજીભાઈ સોલંકીને ડોળાસાથી માછલીના વ્યાપાર અર્થે આવતો મુસ્લિમ છોકરો અલ્તાફ અંજલિને બહેલાવી અને તેના પ્રેમ જાળમાં ફસાવી ભગાડી ગયો હોય તે બાબતે વણાકબારા સંયુક્ત કોળી સમાજના હોદેદારો અને સભ્યોએ આજે દીવ એસપી સચિન યાદવને મળી આવેદનપત્ર પાઠવ્યું હતું, અને વહેલી તકે અંજલીને વણાકબારા તેમના ઘરે પરત લઈ આવે તેવું જણાવ્યું હતું. એસપી સચિન યાદવએ સંયુક્ત કોળી સમાજના હોદેદારો સભ્યો અનેઅંજલિના માતા-પિતાને આશ્વાસન આપ્યું હતું કે જલ્દીથી તેઓ અંજલિને શોધી લાવશે. અંજલીના માતા-પિતા તેની પુત્રીને લઈને ખૂબજ દુઃખી હોય અને તેની દિકરી પાછી તેમની પાસે આવી જાય તેવી ગુહાર લગાવી રહ્યા છે.
