December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

વલસાડ વિસ્‍તારમાં દિપડાનો વધુ એક હિંસક હુમલો : ફોરેસ્‍ટ વિભાગે પાંજરુ ગોઠવવાની તજવીજ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડ નજીક આવેલ નાની સરોણ ગામે આજે રવિવારે મળસ્‍કે એક પશુપાલકના કોઢારમાં દિપડો પ્રવેશ્‍યો હતો. કોઢારમાં રહેલ વાછરડા ઉપર હુમલો કરી શિકાર બાદ દિપડો ચાલી ગયેલા બનેલા બનાવને લઈ ગામમાં ગભરાટનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો.
વલસાડના નાની સરોણ તાઈ ફળીયામાં રહેતા ખેડૂત નિલેશભાઈ મોહનભાઈ પટેલ ખેતી સાથે પશુપાલન પણ કરે છે તે માટે ઘર પાસે પશુઓનો કોઢાર બનાવ્‍યો છે. આ કોઢારમાં આજે મળસ્‍કે હિંસક દિપડો પ્રવેશ્‍યો હતો. દિપડાએ વાછરડા ઉપર હુમલો કરી મૃત હાલતમાં વાછરડાને છોડી જંગલમાં ચાલી ગયો હતો. સવારે નિલેશભાઈએ જોયુ તો વાછરડુ મૃત હાલતમાં પડયું હતું. તેથી તેમને ખ્‍યાલ આવી ગયો હતો કે કોઢારમાં દિપડો ાવ્‍યો હોવો જોઈએ. ફોરેસ્‍ટ વિભાગને જાણ કરવામાં આવતા ઘટના સ્‍થળે ફોરેસ્‍ટ વિભાગ આવીને તપાસ હાથ ધરી હતી.દિપડો આવ્‍યાની નિશાનીઓ મલી આવી હતી. સાથે આવેલ પશુચિકિત્‍સક દિવ્‍યાબેન પટેલએ વાછરડાનું પી.એમ. કર્યું હતું. વન વિભાગે પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરી હતી. ગામમાં દિપડો આવ્‍યાની વાત ફેલાતા ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.

Related posts

ધરમપુરના આંબોસી ભવઠાણમાં બાઈક અડફેટે મહિલાનું મોત

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

કેન્‍દ્રીય આવાસ અને શહેરી વિભાગ મંત્રાલયે સ્‍ટ્રીટ્‍સ ફોર પીપલ ચેલેંજમાં સેલવાસ સ્‍માર્ટસીટીને જુરી સ્‍પેશલ મેંશન સિટીના રૂપે આપી માન્‍યતા

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment