July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

  • પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોને સ્‍વમાનભેર જીવવા માટેનું એક ઓર પ્રદાન કરેલું મહત્‍વનું હથિયાર : સરપંચ મુકેશ ગોસાવી

  • દમણવાડા ગ્રામ પંચાયતના નોંધાયેલા તમામ ખેડૂતો ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની સુવિધાથી સજ્જ બને તેની રખાનારી કાળજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતો સાથે બેંક અધિકારીઓના વાર્તાલાપનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાની મશાલ ચોક શાખાના પ્રબંધક શ્રી કપિલ વળવી અને યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાની નાની દમણ શાખાના પ્રબંધક શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દમણવાડાગ્રામ પંચાયતના પલહિત વિસ્‍તારના ઉપસ્‍થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘કિસાન સન્‍માન નિધિ’ અંતર્ગત ખેડૂતોના ખાતામાં વર્ષની આખરમાં રૂા. 6 હજારની રકમ જમા થાય છે અને હવે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ અંતર્ગત ખેડૂતો પોતાની ખેતીના વિકાસ માટે કોઈની પાસે હાથ લંબાવવાની જગ્‍યાએ ‘કિસાન ક્રેડિટ કાર્ડ’નો ઉપયોગ કરી શકે છે. આ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ખેડૂતોને સ્‍વમાનભેર જીવવા માટેનું એક ઓર મહત્‍વનું હથિયાર પ્રદાન કર્યુ હોવાનું પણ જણાવ્‍યું હતું. તેમણે દમણવાડા ગ્રામ પંચાયતના નોંધાયેલા ખેડૂતો પૈકી એક પણ ખેડૂત ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની સુવિધાથી વંચિત નહી રહી જાય તેની કાળજી રાખવા પણ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે યુનિયન બેંક ઓફ ઈન્‍ડિયાની મશાલ ચોક શાખાના પ્રબંધક શ્રી કપિલ વળવી અને નાની દમણ શાખાના પ્રબંધક શ્રી સત્‍યેન્‍દ્ર કુમારે ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ની ખાસિયતો અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ભારત સરકાર દ્વારા સૌથી ઓછા વ્‍યાજ દરે ખેડૂતોને જરૂરી ધિરાણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમનું સંચાલન અને સમાપન પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું. આ પ્રસંગે પલહિત વિસ્‍તારનાખેડૂતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૪ કરોડના ખર્ચે તૈયાર પારડી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ

vartmanpravah

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

ઉમરગામ બાળકી દુષ્‍કર્મ ઘટના અંગે અફવાથી દૂર રહેવાની પોલીસની અપીલ

vartmanpravah

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment