April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

આદિવાસી આગેવાનોએ જવાબદારો સામે એક્‍ટ્રોસિટી મુજબ
કાર્યવાહીની ફરિયાદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી સતત જાગૃત બની ગયા છે. ક્‍યારેય આદિવાસી સમાજ માટે અન્‍યાય સહન કરતા નહી. એકતા દર્શાવીને સતત ન્‍યાય માટે ઝઝુમી રહે છે. કંઈક તેવી ઘટના ઘેજ તા.ચીખલીમાં ઘટી હતી. એક આદિવાસી ઈસમને જાનથી મારી નાખવાની ધમકી તથા મર્ડર કરીશું તેવું કહેતા આ ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા. આજે આદિવાસી સમુદાયના આગેવાનો ખેરગામ પોલીસ સ્‍ટેશને ધસી ગયા હતા.
ઘેજમાં બનેલા બનાવ બાદ આદિવાસી આગોવનો મોટી સંખ્‍યા સાથે ખેરગામ પોલીસ સ્‍ટેશનમાં આજે ધસી ગયા હતા. ઘેજના બનાવ માટે ન્‍યાયની માંગણી કરી એક્‍ટ્રોસિટી એક્‍ટ હેઠળ ફરિયાદ કરવાની પી.એસ.આઈ.ને રજૂઆત કરી હતી. આદિવાસીઓ વિરોધી માનસિકતા ધરાવનાર ઈસમ સામે સખ્‍ત કાનુની કાર્યવાહી નહી થાય તો આવનારા દિવસોમાંઆખો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્‍ટેશન ખાતે ભેગો થશે તેવી ચીમકી પણ આદિવાસી આગેવાનો, કાર્યકરોએ ઉચ્‍ચારી હતી.

Related posts

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્‍થળે ‘‘મનુષ્‍ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

સેલવાસ દત્ત મંદિરમાં શ્રી દત્ત ભગવાનના અવતારની પાંચ મૂર્તિઓની કરાયેલી પ્રાણ પ્રતિષ્ઠા

vartmanpravah

Leave a Comment