ઝડપાયેલ આરોપી દુષ્યંત પાડવી પાસેનું બાઈક પણ ચોરીનું હતું :
કુલ 4 બાઈક પોલીસે કબજે કર્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: કપરાડા વિસ્તારમાં વારંવાર બાઈક ચોરીના વધી રહેલા બનાવોને લઈ કપરાડા પોલીસ એલર્ટ મોડમાં હતી. પોલીસની મહેનત અંતે રંગ લાવી હતી. કપરાડાથી મહારાષ્ટ્ર સુધીમાં બાઈક ચોરી ગેંગ ઝડપી પાડી હતી. જેમાં એક બાળ કિશોર આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી ચાર બાઈક મુદ્દામાલ તરીકે મેળવી લીધા હતા.
કપરાડા પોલીસને મળેલી બાતમી આધારે કપરાડા હાઈવે ઉપર વોચ ગોઠવી બાઈક ઉપર પસાર થઈ રહેલા એક કિશોર સહિત ત્રણને અટકાવ્યા હતા. પૂછપરછ કરતા બાઈક ચોરી કરતી ગેંગના સક્રિયો હતા. ઝડપાયેલ આરોપી દુષ્યંત પાડવીએ કબુલાત કરી હતી કે અમે બાઈકો ચોરી કરીને મહારાષ્ટ્રમાં વેચાણ કરતા હતા. આરોપી પાસે મળેલ બાઈક પણ ચોરીનું હોવાની કબુલાત કરી હતી. આરોપીઓની પૂછપર બાદ પોલીસે ચાર બાઈક મુદ્દામાલ તરીકે મેળવ્યા હતા. તપાસ કાર્યવાહી દરમિયાન હાઈવેઉપરથી એક બાળ કિશોર આરોપી ભાગી છૂટયો હતો. બાકીના અન્ય આરોપીઓની શોધ પોલીસે શરૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.