Vartman Pravah
દમણ

દમણના સી.જે.એમ. સિનિયર ડીવીઝન અને કો-મેમ્‍બર સેક્રેટરી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને દમણવાડા ખાતે કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

  • ધારાશાષાી ઉદય પટેલે જાહેર ઉપયોગની સેવા અને સરકારની વિવિધ યોજનાઓની આપેલી મનનીયજાણકારી

  • મરવડ હોસ્‍પિટલના ડો. હેમિંગ અગ્રવાલે એચ.આઈ.વી. એઈડ્‍સ અંગે આપેલી વિસ્‍તૃત માહિતી

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દમણ અને એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી આજે દમણવાડા ગ્રામ પંચાયતના પરિસરમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન અને કાનૂની સેવા પ્રાધિકરણ-દમણના કો-મેમ્‍બર સેક્રેટરી શ્રી એ.પી.કોકાટેના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ધારાશાષાી શ્રી ઉદય પટેલે જાહેર ઉપયોગની સેવા અને કેન્‍દ્ર તથા સંઘપ્રદેશ પ્રશાસનની વિવિધ યોજનાઓની મનનીય જાણકારી આપી હતી. તેમણે સરકારી યોજનાઓનો લાભ લેવા પણ ઉપસ્‍થિત લોકોને આહ્‌વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેલા મરવડ હોસ્‍પિટલના ડો. હેમિંગ અગ્રવાલે સરળ ભાષામાં એચ.આઈ.વી. અને બીજા યૌન સંબંધિત રોગ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, એચ.આઈ.વી. એઈડ્‍સ એ એક અસાધ્‍ય રોગ છે. તેનાથી બચવા સુરક્ષા અને જાણકારી જ મહત્ત્વની હોવાનું જણાવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ધારાશાષાી શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાય, પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, ગ્રામજનો તથા સ્‍ટાફના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યાહતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમાપન ધારાશાષાી શ્રી જીમી પટેલે કર્યું હતું.

Related posts

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah

દાનહઃ ટોકરખાડા મરાઠી માધ્‍યમ શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવાયો

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્‍તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયો

vartmanpravah

Leave a Comment