Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

અન્‍ય પદો ઉપર પણ જલ્‍દીથી નિયુક્‍તિ કરવામાં આવશે : દાનહ કોંગ્રેસ કમિટી પ્રમુખ મહેશ શર્મા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દાદરા નગર હવેલી કોંગ્રેસ સેવાદળના મુખ્‍ય સંગઠક પદ પર શ્રી અમોલ મેશ્રામની નિયુક્‍તિ કરવામા આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈએ રાષ્‍ટ્રીય કોંગ્રેસ અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની સ્‍વીકળતિ બાદ ઘોષણા કરવામા આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાનહ કોંગ્રેસ કમિટીના અધ્‍યક્ષ શ્રી મહેશ શર્માએ જણાવ્‍યું હતું કે,અમોલ ઘણા વર્ષોથી કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા છે એમની કર્મઠતા, પાર્ટી પ્રત્‍યેનો સમર્પણ ભાવ જોતા અમોએ રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસ સેવાદળના રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી લાલજીભાઈ દેસાઈને રજૂઆત કરી હતી અને તેની સ્‍વીકળતિ આપવામા આવી હતી. શ્રી અમોલ મેશ્રામની નિમણુકથી દાનહ કોંગ્રેસના કાર્યકર્તાઓમા ઉત્‍સાહની લહેર જોવા મળી છે. જલ્‍દીથી બાકી દરેક ઓર્ગેનાઈઝેશનના પદોની ઘોષણા કરવામા આવશે.
શ્રી મહેશ શર્માએ વધુમાં જણાવ્‍યું હતું કે એઆઈસીસીના પ્રદેશના પ્રભારી શ્રી રઘુ શર્મા, કોંગ્રેસ સંગઠનને લઈ ઘણાસંવેદનશીલ છે. એમના માર્ગદર્શનમાં દાનહ કોંગ્રેસ આગામી 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓ અત્‍યારથી શરુ કરી છે. જનતાની વચ્‍ચે અમે લોકો નિરંતર જઈ રહ્યા છે.
શ્રી મહેશ શર્માએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને શ્રી રાહુલ ગાંધીના કુશળ નેતળત્‍વમાં દાનહમાં આગલો સાંસદ કોંગ્રેસ પાર્ટીનો બનશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

દીવ જીલ્લાની ગ્રામ પંચાયતોમાં પંચાયતીરાજની ઉજવણી કરાઈ

vartmanpravah

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

Leave a Comment