October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : આજે મોટી દમણ ખાતે કલેક્‍ટરાલયના સભાખંડમાં મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા અને નાયબ કલેક્‍ટર શ્રી રાહુલ દેવ બુરાની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં નવજાત બાળકીને ‘અભિનંદન કીટ’ ભેટ આપીને નવજાત બાળકીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેનો ઉદ્દેશ્‍ય સમગ્ર ભારતમાં છોકરાઓ અને છોકરીઓને સમાન અધિકાર આપવાનો અને સમાજમાં છોકરીઓની સંખ્‍યા વધારવાનો અને છોકરાઓ અને છોકરીઓ વચ્‍ચેના ભેદભાવને દૂર કરવાનો છે.
આ ઉજવણી પાછળનો હેતુ આપણા સમાજમાં છોકરીઓનું રક્ષણ, સમર્થન અથવા લિંગ સમાનતા તેમજ રમતગમત, રાજકારણ, શિક્ષણ, આરોગ્‍ય અને કોર્પોરેટ વગેરે જેવા દરેક ક્ષેત્રમાં છોકરીઓને પ્રોત્‍સાહન આપવાનોછે.

Related posts

દાનહના સામરવરણીની ગાર્ડનસીટીમાં ગુડી પડવાની કરાયેલી ઉજવણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણીના ગાર્ડન સીટી સોસાયટીમાં રહેતા મહારાષ્‍ટ્રીયન સમાજના લોકો દ્વારા સામુહિક રીતે ગુડી પડવા ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠી સમાજના પારંપરિક વેષમાં ગુડી પડવાની પુજા કર્યા બાદ એકબીજાને હિન્‍દુ નવા વર્ષની શુભેચ્‍છા આપવામાં આવી હતી. આ અવસરે દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભાવર, સોસાયટીના પ્રમુખ શ્રી બાબુ ડેરે સહિત મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્‍થિત રહી એકબીજાને ગુડી પડવાની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

vartmanpravah

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

ધરમપુરમાં સોનાના બિસ્‍કીટ રસ્‍તામાં લેવા ગોઠવાયેલ મીટિંગમાં ડુપ્‍લીકેટ પોલીસે રેડ પાડી 37 લાખ લઈ ફરાર

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રિક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણના આંટિયાવાડ ખાતે થયેલ હત્‍યાના પ્રયાસમાં આરોપી વિજય રાવતને પાંચ વર્ષની કેદ

vartmanpravah

રેલવે પોલીસે 2023માં વાપી સ્‍ટેશનથી રૂા.2.01 લાખના દારૂ સાથે કુલ 107 આરોપી ઝડપ્‍યા

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

Leave a Comment