July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકરી ગામે રહેતા અરુણાબેન રાકેશભાઈ પાવરને પ્રસૂતાનો ખુબ જ દુઃખાવો ઉપાડતા કૂકેરી ગામના આશાવર્કરે 108 એમ્‍બ્‍યુલન્‍સમાં કોલ કર્યો અને આ કોલ પ્રતાપનગરની 108 એમ્‍બ્‍યુલન્‍સને મળતા પ્રતાપનગર 108 એમ્‍બ્‍યુલન્‍સની ટીમ તરત જ કુકરી ગામ જવા રવાના થઇ ગયા રસ્‍તામાં જતા જ 108 એમ્‍બ્‍યુલન્‍સના કર્મચારી ઈએમટી મનસુખભાઈએ આશાવર્કરને કોલ કર્યો હતો તેઓએ જણાવ્‍યું કે બીજી ડિલિવરી છે અને ડિલિવરીનો દુખાવો ખુબ જ વધારે છે તો 108 એમ્‍બ્‍યુલન્‍સના કર્મચારી ઈએમટી મનસુખભાઈએ આશાવર્કરને જણાવ્‍યું કે અરુણાબેનને ડાબે પડખે સુવડાવી રાખજો અને હલન ચલન ના કરાવતા એમ્‍બ્‍યુલન્‍સ 10 થી 12 મિનિટમાં પહોંચ છે અને 7 થી 8 કિમી અંદાજે10 મિનિટમાં પહોંચી ગયા ત્‍યાં પહોંચીને ઈએમટી મનસુખભાઈ પટેલે અરુણાબેનને વધારે દુઃખાવો હતો તેથી તેમનાથી ચલાય તેવું ના હતું તેથી 108 એમ્‍બ્‍યુલન્‍સના કર્મચારી ઈએમટી મનસુખભાઈ દર્દી અરુણાબેનને એમ્‍બ્‍યુલન્‍સમાં લઈને જતા રસ્‍તામાં જ તેમના સાથી પાયલોટ ચેતનભાઈ ની મદદથી એમ્‍બ્‍યુલન્‍સમાં જ ડિલિવરી કરાવી અને માતાને પણ જરૂરી ટ્રીટમેન્‍ટ આપીને અનાવલ સિવિલ હોસ્‍પિટલ ખાતે લઇ જવામાં આવ્‍યા.

Related posts

આજે વાપીની રોફેલ કોલેજમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાશે

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ‘મિશન લક્ષદ્વીપ’ : સમયાંતરે લક્ષદ્વીપની મુલાકાત લઈ અહીના જીવન ધોરણને ઊંચુ લાવવા શરૂ કરેલી પ્રશાસનિક કવાયત

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

Leave a Comment