(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકરી ગામે રહેતા અરુણાબેન રાકેશભાઈ પાવરને પ્રસૂતાનો ખુબ જ દુઃખાવો ઉપાડતા કૂકેરી ગામના આશાવર્કરે 108 એમ્બ્યુલન્સમાં કોલ કર્યો અને આ કોલ પ્રતાપનગરની 108 એમ્બ્યુલન્સને મળતા પ્રતાપનગર 108 એમ્બ્યુલન્સની ટીમ તરત જ કુકરી ગામ જવા રવાના થઇ ગયા રસ્તામાં જતા જ 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી મનસુખભાઈએ આશાવર્કરને કોલ કર્યો હતો તેઓએ જણાવ્યું કે બીજી ડિલિવરી છે અને ડિલિવરીનો દુખાવો ખુબ જ વધારે છે તો 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી મનસુખભાઈએ આશાવર્કરને જણાવ્યું કે અરુણાબેનને ડાબે પડખે સુવડાવી રાખજો અને હલન ચલન ના કરાવતા એમ્બ્યુલન્સ 10 થી 12 મિનિટમાં પહોંચ છે અને 7 થી 8 કિમી અંદાજે10 મિનિટમાં પહોંચી ગયા ત્યાં પહોંચીને ઈએમટી મનસુખભાઈ પટેલે અરુણાબેનને વધારે દુઃખાવો હતો તેથી તેમનાથી ચલાય તેવું ના હતું તેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટી મનસુખભાઈ દર્દી અરુણાબેનને એમ્બ્યુલન્સમાં લઈને જતા રસ્તામાં જ તેમના સાથી પાયલોટ ચેતનભાઈ ની મદદથી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી અને માતાને પણ જરૂરી ટ્રીટમેન્ટ આપીને અનાવલ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા.