October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરકારી શાળાથી શરૂ થયેલી સફરમાં ખેલ મહાકુંભ નિર્ણાયક સાબિત થયો: વલસાડની યુવતીએ દિલ્‍હીમાં રમાયેલી રાઈફલ શૂટીંગ સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય ફલક પર ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

શિક્ષણની સાથે સાથે રમત ગમતને પણ પ્રાધાન્‍ય આપી હાલ પીએચડીની સાથે ઓલિમ્‍પિક્‍સની તૈયારી આરંભી

ઓલિમ્‍પિક્‍સમાં બ્રોન્‍ઝ મેડલ વિજેતા ગગન નારંગ અને ઈન્‍ડિયન પેરા શૂટિંગ ટીમના રાઈફલ કોચ જીવન રાય પાસે તાલીમ લઈ સફળતા મેળવી

(સાફલ્‍ય ગાથાઃ જિજ્ઞેશ સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: બાળકોના શિક્ષણ માટે સામાન્‍યપણે માતા-પિતામાં ખાનગી સ્‍કૂલનો મોહ વધુ જોવા મળે છે. પરંતુ વલસાડ શહેરના શિક્ષિત દંપતીએ પોતાની દીકરીને સરકારી સ્‍કૂલમાં શિક્ષણ માટે મુકી હતી અને આ દરમિયાન ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. સરકારી શાળાથી શરૂ થયેલી સફરમાં ખેલ મહાકુંભ નિર્ણાયક સાબિત થતા વલસાડની દીકરીએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્‍ડિયા દ્વારા દિલ્‍હીમાં રમાયેલી રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં ટીમ ઈવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલ મેળવી વલસાડનું નામ ગુજરાત અને દેશભરમાં ઝળહળતુ કર્યું છે.
વલસાડ શહેરમાં મિશન કોલોની પાછળ સત્‍યમ સોસાયટીમાંરહેતા જિજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ પટેલની દીકરી સચિ પટેલે સરકારી શાળામાં શિક્ષણ મેળવ્‍યા બાદ બી.કે.એમ. સાયન્‍સ કોલેજમાં બીએસસીની ડિગ્રી માટે એડમિશન મેળવ્‍યું હતું. આ દરમિયાન દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી એનસીસીમાં જોડાઈ હતી. જેમાં રાઈફલ શૂટિંગ ટિગ, મેપ રીડીંગ અને ઓપ્‍સ્‍ટીકલ ટ્રેનિંગ મેળવી હતી. જેમાં રાઈફલ શૂટિંગમાં સૌથી વધુ રસ પડતા વિવિધ સ્‍પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. સચિએ બીએસસી પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એલ.જે. ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ મેનેજમેન્‍ટમાં એમબીએમાં એડમિશન મેળવી અભ્‍યાસની સાથે સાથે અમદાવાદની રાઈફલ કલબમાં ટ્રેનિંગ પુરી કરી હતી. ત્‍યારબાદ પ્રોફેશનલ કોચિંગ માટે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર માન્‍ય સંસ્‍કારધામ શૂટિંગ એકેડમી, અમદાવાદમાં એડમિશન મેળવ્‍યું હતું. જ્‍યાં ઈન્‍ડિયન પેરા શૂટિંગ ટીમના રાઈફલ કોચ જીવન રાય અને વર્ષ 2012માં લંડનમાં રમાયેલી સમર ઓલિમ્‍પિક્‍સમાં બ્રોન્‍ઝ મેડલ વિજેતા ગગન નારંગ પાસે તાલીમ મેળવી માત્ર દોઢ વર્ષના સમય ગાળામાં સચિએ 6 ડિસ્‍ટ્રીક્‍ટ લેવલ, 1 સ્‍ટેટ લેવલ, 1 મહાકુંભ, 1 પ્રિ નેશનલ લેવલ અને 3 નેશનલ લેવલની કોમ્‍પિટીશનમાં ભાગ લઈ વિજેતા થઈ હતી. જેમાં ખાસ કરીને ઓક્‍ટોબર 2022માં અમદાવાદ ખાતે યોજાયેલી સ્‍ટેટ લેવલનીકોમ્‍પિટીશનમાં વ્‍યક્‍તિગત અને ટીમ ગોલ્‍ડ મેડલ પણ મેળવ્‍યો હતો.
હાલ ન્‍યૂ દિલ્‍હી ખાતે તા.1 થી 7 માર્ચ 2023 દરમિયાન નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્‍ડિયા દ્વારા યોજાયેલી રાષ્‍ટ્રીય કક્ષાની ઓલ ઈન્‍ડિયા ઓપન ચેમ્‍પિયનશીપ 2023માં રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં વલસાડની સચી પટેલે ટીમ ઈવેન્‍ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્‍ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાત અને દેશમાં વલસાડનું ગૌરવ વધાર્યું છે. હવે ઓલિમ્‍પિક્‍સમાં જવા માટે હાલમાં .177 કેલીબરની વોલ્‍ટર એનાટોમિક એલજી 400થી 10 મીટર ડિસ્‍ટન્‍સ શૂટિંગ રેન્‍જમાં પ્રેકટીસ કરી રહી છે. રમત ગમતની અત્‍યાર સુધીની યાત્રામાં ગુજરાત સરકારનો ખેલ મહાકુંભ ખૂબ જ મદદરૂપ રહ્યો હતો.

સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતોઃ સચિ પટેલ

રાષ્‍ટ્રીય કક્ષાએ ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરી ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરનાર સચિ પટેલે જણાવ્‍યું કે, નેશનલ લેવલની આ કોમ્‍પિટિશનમાં ગોલ્‍ડ મેડલ મેળવવા માટે રોજના 4 કલાકની પ્રેકટીસ કરી હતી. આ દરમિયાન ફિઝિકલ વર્કઆઉટ અને મેડિટેશન ઉપર પણ ભાર મુકયો હતો. નેશનલ લેવલે ગોલ્‍ડ મેડલ મેળવવા માટે પ્રેકટીસ દરમિયાન વિચલિત ન થવાય તે માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કર્યો હતો. હવે ઓલિમ્‍પિક્‍સમાં રાઈફલ શૂટિંગ સ્‍પર્ધામાં આપણા દેશનો તિરંગો સૌથીઉપર લહેરાય તે માટે ભરપૂર આત્‍મવિશ્વાસ અને હિંમત સાથે પ્રેક્‍ટિસ કરી રહી છું.

વલસાડમાં પ્રેક્‍ટિસ માટે સુવિધા ન હોવાથી અમદાવાદમાં તાલીમ અપાવીઃ માતા-પિતા

ચીખલીમાં એલઆઈસી ઓફિસમાં ડેવલપમેન્‍ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સચિના પિતા જિજ્ઞેશભાઈ અને માતા દિપ્તીબેને જણાવ્‍યું કે, વલસાડ જેવા નાના ટાઉનમાં રાઈફલ શૂગિંની પ્રેક્‍ટિસ માટે પુરતી સુવિધા ન હોવાથી રાઈફલ શૂટિંગની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્‍ય આપી અમદાવાદ મોકલી હતી. જેના ફળસ્‍વરૂપે ટીમ ઈવેન્‍ટમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યા બાદ સચી હાલમાં અમદાવાદ ખાતે પીએચડીના અભ્‍યાસ સાથે રાઈફલ શૂટિંગની પ્રેક્‍ટિસ કરી રહી છે. એનસીસીમાં તાપ-તડકામાં સતત પ્રેક્‍ટિસ કરવી પડતી અને અન્‍ય રાજ્‍યોમાં પણ સ્‍પર્ધા થાય ત્‍યારે સતત તેની સાથે જવું પડતું હતું. તેની ઈચ્‍છા મુજબ તેને પુરેપુરો સપોર્ટ આપતા આ સિધ્‍ધિ મેળવવામાં સફળતા મેળવી છે.

Related posts

વાપી જેસીઆઈએ 30મા સ્‍થાપના દિવસની મેગા સેલિબ્રેશન સાથે કરી

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

સેલવાસમાં આદિવાસી સમાજ દ્વારા ‘દિવાસા’ પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં ચાલતી ટ્રેનમાં જુગાર રમતા સાત જુગારીયા ઝડપાયા : સ્‍ટેટ મોનિટરિંગ સેલનો સપાટો

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

Leave a Comment