આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ બનશેઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ પટેલની આગેવાની હેઠળ ચાલી રહેલ ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત કરી આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ જીતવાનો છે. ખાસ કરીને મહિલા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સાથે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના દરેક ગામોમાં પ્રવાસ કરી બૂથ સમિતિથી લઈને ગ્રામ સમિતિઓ બનાવી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ મિટિંગમાં મુખત્વે લોકોના પાણીના પ્રશ્નો, જર્જરિત રસ્તાઓ, જર્જરિત સ્કૂલોના પ્રશ્નો આવી રહ્યા છે. મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્નો હોવા છતાં કોંગ્રેસને વોટ કેમ ઓછા મળે છે. જેના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તાલુકાના માંડવખડક, કુકેરી, ખૂંધ, રૂમલા, વાંઝણા જિલ્લા પંચાયતોના ગામડાઓની મુલાકાત કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.
આ પ્રસંગે ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઇ પટેલ, કાર્યકારી પ્રમુખ વલ્લભભાઈ, વિપક્ષ નેતા ભીખુભાઇ, મગનભાઈ આમધરા, મહિલા પ્રમુખભાવનાબેન વગેરે પ્રવાસમાં જોડાયા હતા.
આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટોના ઉમેદવારોની શોધ અત્યારથી જ ચાલું કરવામાં આવી છે અને દરેક ગામનું સંગઠન મજબૂત કરી આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જીતી કોંગ્રેસ દ્વારા પ્રમુખ બેસાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.