Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં એનિમિયા અવરનેશ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમ અને ગ્રાન્‍ટ સ્‍કુલ તથા સીબીએસઇ સ્‍કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે પોષણ સપ્તાહ અંતર્ગત એનિમિયા અવેરનેશ કાર્યક્રમ સંસ્‍થાના વચનામૃતમ હોલમાં યોજાયો હતો. આપણે સાંજે વટાર પીએચસીના સ્‍કુલ એક્‍ટિવિટી મેડિકલ ઓફિસર ડોક્‍ટર હરેશ ભાનુશાલી તથા ડોક્‍ટર શિવાની પટેલ ઉપસ્‍થિત રહી પાવરપોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી વિદ્યાર્થીઓને શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ જવું અને તેના કારણે ઉદભવતી શારીરિક સમસ્‍યા અંગે વિગતવાર માહિતીઆપી હતી સાથે તેમાંથી બચવાના ઉપાયો પણ સૂચવ્‍યા હતા.
હિમોગ્‍લોબીન ઓછું થવાથી કેવી કેવી શારીરિક તકલીફો નો સામનો કરવો પડે તે અંગે પણ વિસ્‍તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું સંચાલન ગુજરાતી માધ્‍યમનાં આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યુ હતું જ્‍યારે સમગ્ર વ્‍યવસ્‍થા અંગ્રેજી માધ્‍યમના આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈએ કરી હતી. આ પ્રસંગે ગ્રાન્‍ટેડ શાળામાં આચાર્ય દક્ષાબેન પટેલ તથા વિવિધ વિભાગના શિક્ષકો અને મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહી પોષણ સપ્તાહ તથા એનિમિયા જાગૃતિ કેળવી હતી.

Related posts

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

સંઘપ્રદેશની આગામી 2પ વર્ષની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખી રસ્‍તા અને વ્‍યવસ્‍થાને અપાઈ રહેલો ઓપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment